Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

પૂણેમાં કોરોનાગ્રસ્ત મહિલા વિદેશ ભાગી છૂટી

પુણે તા. ૨૩ : કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ કવોરન્ટાઇન કરાયેલી ૩૦ વર્ષની મહિલા વિદેશ ભાગી છૂટતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પિંપરી-ચિંચવડ આરોગ્ય વિભાગના અધિકારીએ આ પ્રકરણે સોમવારે મહિલા વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.

મહિલાનો પતિ યુનાઇટેડ અરબ એમિરેટ્સ (યુએઇ) ખાતે કામ કરે છે અને ૧૧ જુલાઇએ મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે તેને હોમ કવોરન્ટાઇન કરવામાં આવી હતી. જોકે મહિલા ૧૧ જુલાઇએ ઘરેથી બહાર નીકળી હતી અને તે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્પેશિયલ ફલાઇટ પકડીને યુએઇ ભાગી છૂટી હતી. શારજાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા બાદ તેણે હેલ્થ ઓફિસરને મેસેજ કર્યો હતો કે યુએઇ પહોંચી ગઇ છે અને એરપોર્ટ પર તેની કોરોનાની ટેસ્ટ નેગેટિવ આવી છે. તેણે ટેસ્ટના રિપોર્ટનું સ્ક્રીનશોટ પણ પાઠવ્યું હતું.

(9:26 am IST)