Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

બાર વર્ષની સગીરાનું અપહરણ કરી દેહ વેપારમાં ઝોંકનાર સોનુ પંજાબનને ૨૪ વર્ષની સજા

સાથી આરોપી સંદીપ બેદવાલને ૨૦ વર્ષની સજા

નવી દિલ્હી તા. ૨૩ : બાર વર્ષની સગીરાનું અપહરણ કરી તેને દેહવેપારમાં ઝોંકી દેનાર સોનુ પંજાબનને દિલ્હીના દ્વારકા કોર્ટે ૨૪ વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં અન્ય એક આરોપી સંદીપ બેદવાલને પણ ૨૦ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. દિલ્હી દ્વારકા કોર્ટે હ્યુમન ટ્રાફિકિંગ, અપહરણ અને રેપ કેસમાં સોનુ પંજાબન અને સંદીપ બેદવાલને કડક સજા સંભળાવી છે.

આ કેસમાં દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ આરોપીઓને વધુને વધુ કડક સજા કરવાની અપીલ કરી હતી. દ્વારકા પોસ્કો કોર્ટે બંને આરોપીઓને ૧૨ વર્ષીય સગીરાનું અપહરણ, દેહવેપાર અને હ્યુમન ટ્રાફિકિંગમાં દોષી જાહેર કર્યા હતા.

આ કેસ દિલ્હીના હરિશ વિહારનો હતો. પોલીસ ફરિયાદ મુજબ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯એ પીડિતાનું અપહરણ કર્યુ. એ સમયે સગીરાની ઉંમર ૧૨ વર્ષની હતી.

(9:27 am IST)