Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ચીનની ચાલાકી : ફરી એક વાર ભારત સાથે દગો : સરહદ પર તૈનાત કરી રહ્યું છે ૪૦ હજાર સૈનિક

ચીન તરફથી સ્થિતિને નિયંત્રણમાં લાવવાનું કોઇ સંકેત હાલમાં તો દેખાતા નથી

નવી દિલ્હી તા. ૨૩ : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદનો અંત લાવવા માટે થયેલી બેઠકોના દૌરમાં જે રીતે નક્કી થયેલુ તેનાથી તે ફરી ગયું છે. ચીનની હરકતો એ વાત તરફ ઈશારો કરે છે કે, તે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતી સામાન્ય કરવા મથી રહ્યુ છે, વાસ્તવમાં આવુ છે નહીં. પૂર્વી લદ્દાખ વિસ્તારમાં ચીની સેના દ્વારા તેમના ભાગમાં ૪૦ હજાર સૈનિકોની તૈનાતી એ વાતનો ઈશારો કરે છે કે, તે પોતાના વચનનું પણ પાલન કરવા તૈયાર નથી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો બંને દેશો વચ્ચે સૈન્ય અને રાજનીતિક વાર્તાઓમાં જે શરતો પર સહમતી સધાઈ હતી કે, સૈન્યની સંખ્યા ઘટાડવામાં આવે તેને લઈ પહેલા રાજી થયુ હતું. આ બાબતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ ચીની વિદેશ મંત્રી સાથે વાર્તાલાપ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ છે કે, ચીન તરફથી સ્થિતીને નિયંત્રણમાં લાવવાનું કોઈ સંકેત હાલમાં તો દેખાતા નથી. તેમણે ભારે હથિયારો સાથે લગભગ ૪૦ હજાર સૈનિકો તૈનાત કરવાનું શરૂ કરી દીધુ છે. આ સૈનિકો એર ડિફેંસ સિસ્ટમ અને લાંબી રૈંજ વાળા આર્ટિલરી હથિયાર જેવા હથિયારોથી લૈસ છે. સૂત્રોએ જણાવ્યુ છે કે, ગત વખતે જે રીતે વાર્તાલાપમાં નક્કી કરાયુ હતું તે મુજબ બંને ચીને પોતાના સૈન્યને સીમા પરથી ઓછા કરવાનું કામ કર્યુ નથી. ચીની પક્ષ ફિંગર એરિયા ૫માંથી પાછા હટવા અને સિરીજાપમાંથી પોતાની જગ્યા છોડવા તૈયાર નથી.

૧૪ અને ૧૫ જૂલાઈના રોજ બંને દેશોના કોર્પ્સ કમાંન્ડર વચ્ચે થયેલી વાતચીતમાં આ વાત પર સહમતી થઈ હતી કે, બંને પક્ષ તરફથી સેનાને પાછા હટાવશે. ત્યારે આ બાબતને લઈ આગામી બેઠકમાં આ બાબતને લઈ કેટલો સુધારો થયો છે, તેના પર પણ ચર્ચા કરવામાં આવવાની હતી. એનએસએ અજીત ડોભાલે પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે, બંને પક્ષ તરફથી શાંતિ જાળવવાનો પુરતો પ્રયાસ કરવામાં આવશે અને વિવાદને ખતમ કરવાના પ્રયત્નો હાથ ધરાશે, જો કે, ચીન પોતાની નાપાક ચાલને વારંવાર હથિયાર તરીકે ઉગામી રહ્યુ છે.

(9:28 am IST)