Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

2021 પહેલાં કોરોનાની વૅક્સિનની કોઈ આશા નથી : ભલે થોડી મોડી આવે પણ સુરક્ષા માપદંડમાં કમી ન રહેવી જોઈએ : WHO

આપણામાં આપણી આંખોમાં જોવાની અને લોકો સાથે આંખ મેળવવાની પણ હિંમત હોવી જોઈએ

નવી દિલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નું કહેવું છે કે આવતા વર્ષ એટલે કે 2021 પહેલાં કોરોના વાઇરસની વૅક્સિન બનવાની કોઈ આશા નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યકારી નિર્દેશક માઇક રેયાને કહ્યું કે કોરોના વાઇરસની વૅક્સિન બનાવવાના મામલે સંશોધનકર્તાઓને સાચી સફળતા મળી રહી છે પરંતુ વર્ષ 2021ના શરૂઆતી દિવસો પહેલાં એની આશા રાખી શકાય તેમ નથી.

તેમણે એમ પણ કહ્યું કે જરૂરી છે કે વૅક્સિન બનાવવાની ગતિ ભલે થોડી મંદ પડે પરંતુ તેના સુરક્ષા માપદંડોમાં કોઈ કમી ન રહેવી જોઈએ.

એમણે કહ્યું, "આપણામાં આપણી આંખોમાં જોવાની હિંમત હોવી જોઈએ અને લોકો સાથે આંખ મેળવવાની પણ હિંમત હોવી જોઈએ. સામાન્ય લોકોને આ વૅક્સિન આપતા પહેલાં આપણે એમને ભરોસો આપવાનો છે કે વૅક્સિનને સુરક્ષિત અને અસરકારક બનાવવા માટે આપણે તમામ શક્ય સાવચેતીઓ રાખી છે. આપણે આમ કરવામાં થોડો ઓછો સમય લઈ શકીએ છીએ. પરંતુ હકીકતમાં જોવામાં આવે તો આવતા વર્ષે આપણે રસીકરણ શરૂ કરી શકીશું."

એમણે કહ્યું કે આ સંભવિત વૅક્સિન પોતાના ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે અને કોઈ પણ વૅક્સિન સુરક્ષા માપદંડો અથવા અસરકારક હોવા મામલે હજુ સુધી અસફળ થઈ નથી.

(10:38 am IST)