Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વૈજ્ઞાનિકો - ડોકટરો ચિંતામાં પડી ગયા

કોરોના 'કાચિડા'ની જેમ સ્વરૂપ બદલે છે : સાજા થનારને ફરી શિકાર બનાવે છે

બેંગ્લોર તા. ૨૩ : કોરોના જે રીતે સ્વસ્થ થઇ ચૂકેલા લોકોને ફરી ભરડામાં લઇ રહ્યો છે તેનાથી તેની વિરૂધ્ધ ઉપચાર અને વેકસીનની લડાઇ એટલી જ જટીલ થતી જાય છે. કોરોનાનું બદલતુ સ્વરૂપ જ માનવ શરીરમાં બની રહેલ એન્ટીબોડીઝને મારી રહેલ છે. દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારના કેસ સામે આવ્યા છે. જ્યાં થોડા જ દિવસમાં સાજો થયેલ દર્દી ફરીથી પોઝિટિવ જોવા મળ્યો હોય.

ભારતીય વિજ્ઞાન સંસ્થાના વૈજ્ઞાનિક ડો. સપ્તર્ષી બસુએ કહ્યું છે કે, જ્યારે કોઇ વાયરસનું આક્રમણ થાય છે તો શરીર તેની ઓળખ કરી તેની વિરૂધ્ધ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે પણ શરીર તેને યાદ નથી રાખી શકતું. ધીમે ધીમે આ એન્ટીબોડીનો ક્ષય થવા લાગે છે અને જ્યારે ફરી કોરોનાનો હુમલો થાય છે તો શરીર તેને ઓળખી શકતું નથી. સંભવતઃ વાયરસનું સ્વરૂપ બદલાવું પણ તેનું કારણ થઇ શકે છે.

(10:45 am IST)