Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કોરોના સંક્રમણ મામલે મહારાષ્ટ્ર ટોચનાક્રમે : કેસની સંખ્યા 3 .37 લાખને પાર :તામિલનાડુ કેસનો આંક 2 લાખની નજીક

મહારાષ્ટ્રમા નવા 10.557 કેસ : તામિલનાડુમાં વધુ 5,849 નવા પોઝીટીવ કેસ

નવી દિલ્હી : દેશમાં મહારાષ્ટ્રમાં મહામારીનો આંક 3.37 લાખને પાર થયો છે. જ્યારે 12 હજારથી વધારે લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે. મહારાષ્ટ્રમાં 1.33 લાખથી વધુ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રની અપડેટ હજુ મળી નથી.
તામિલનાડુમાં પણ આજે વધુ 5,849 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. તામિલનાડુમાં વધુ નવા કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 51 હજારને પાર થઈ ગયો છે. તામિલનાડુમાં અત્યાર સુધી 3144 લોકોના મોત નિપજ્યા છે. તામિલનાડુમાં અત્યાર સુધી 1.86 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તમિલનાડુ પોઝીટીવ કેસ મામલે 2 લાખની નજીક પહોંચી ગયું છે

(11:13 am IST)