Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

પ્રથમ સ્વદેશી એન્ટીજન ટેસ્ટિંગ કિટને ICMR દ્વારા મંજૂરી : હવે માત્ર 450 રૂપિયામાં થઇ શકશે તપાસ

પૈથોકૈચ કોવિડ-19” કીટથી માત્ર 30 મિનિટમાં જ મળશે રિપોર્ટ

નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કોરોના વાઈરસના ટેસ્ટિંગ માટે માયલેબ ડિસ્કવરી સૉલ્યૂશન્સ દ્વારા બનાવવામાં આવેલ બીજી રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટને મંજૂરી અપાઈ છે  આ પ્રથમ ભારતીય કિટ છે, જેને મંજૂરી મળી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં બનાવવામાં આવેલી પ્રથમ રેપિટ એન્ટીજન કિટનું નામ “પૈથોકૈચ કોવિડ-19” રાખવામાં આવ્યું છે. આ કિટની કિંમત 450 રૂપિયા રાખવામાં આવી છે. માયલેબ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમરેજ ચેઈન રિએક્શન ટેસ્ટ કિટ પ્રથમ ભારતીય કિટ હતી જેને ICMR તરફથી મંજૂરી મળી હતી

આ અંગે માયલેબ ડિસ્કવરી સૉલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર હસમુખ રાવલે જણાવ્યું કે, “માયલેબની ટીમ આ મહામારી સામે લડવા માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહી છે. RT-PCR ટેસ્ટને સસ્તા દરે ઉપલબ્ધ કરાવીને અમે વિદેશી ટેસ્ટિંગ કિટ પરની નિર્ભરતાને ઓછી કરી છે. હવે અમે કોવિડ-19 ટેસ્ટિંગને વધારવા માટે કૉમ્પેક્ટ એક્સએલ લૉન્ચ કર્યું છે.

હવે એન્ટીજન ટેસ્ટિંગ કિટ માટે મંજૂરી મળ્યા બાદ અમે Covid-19ના સંપૂર્ણ સ્પેક્ટ્રમને કવર કરી શકીશું. આ સાથે જ આ મહામારી સામે લડવામાં અમે કોઈ કસર નહીં છોડીએ.”

સમગ્ર દેશમાં દર્દીઓના ટેસ્ટિંગ અને સારવાર માટે એન્ટીજન બેઈસ્ડ ટેસ્ટ કીટ સાથે rRT-PCRનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેપિટ એન્ટીજન ટેસ્ટ rRT-PCR કરતાં વધારે શ્રેષ્ઠ છે. એન્ટીજન ટેસ્ટ કિટનું પરિણામ 30 મિનિટમાં આવે છે. જ્યારે rRT-PCRમાં લગભગ 5 કલાક બાદ રિપોર્ટ આવે છે. આ પ્રક્રિયાને કરવા માટે લેબોરેટરીની જરૂરિયાત નથી રહેતી, જ્યારે rRT-PCR ટેસ્ટિંગ કિટમાં લેબની આવશ્યક્તા રહે છે.

જણાવી દઈએ કે, અગાઉ ICMRએ દક્ષિણ કોરિયાની કંપની એસડી બૉયોસેન્સર દ્વારા તૈયાર કરવામાં આવેલી એન્ટીજન ટેસ્ટકિટને મંજૂરી આપી હતી. જેની એક બ્રાન્ચ હરિયાણાના માનેસરમાં આવેલી છે

(12:03 pm IST)