Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

મંદિર નિર્માણ માટે પથ્થરોનું સફાઈ કામ શરૂ

ભૂમિપૂજનની તારીખ માટે નવો વિવાદઃ ૫ ઓગસ્ટે ગ્રહો નક્ષત્રોની સ્થિતિ સારી નથી : ચાતુર્માસમાં ભૂમિપૂજનની વિધિ નથી ગણાતી શુભઃ પ્રયાગ રાજના જયોતિષાચાર્ય અવિનાશ રાય : રામ મંદિરના નિર્માણ માટે લોખંડનો ઉપયોગ થવાનો નથી આ મંદિર નિર્માણ માત્ર પથ્થરોથી થશે

નવી દિલ્હી : અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા નવું રામમંદિર બનવાનું હવે અંતિમ ચારણ ચાલી રહ્યું છે ત્યારે નવા રામમંદિરની ડિઝાઇન ફાઈનલ થઇ ચુકી છે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે નવા રામ મંદિરને શ્રી રામજન્મભૂમિ મંદિર કહેવામાં આવશે મંદિરનું નામ મુખ્ય દ્વાર સિંહ દ્વાર ઉપર અંકિત કરવામાં આવશે. મંદિરનું નિર્માણ ૧ હજાર વર્ષનો સમય ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. રામમંદિર નિર્માણ કરતી કંપની L એન્ડ T અને NBCCના જણાવ્યા અનુસાર હાલ તો અમે પાયાના નિર્માણ માટે અમારું દયાન કેન્દ્રિત કરીયે છીએ.

કારસેવકપુરમ થી પાયાના પથ્થર લાવવામાં આવી ચુકયા છે જેનો ઉપયોગ પાયાના નિર્માણ માટે થનાર છે અત્યારે તેની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. મંદિર નિર્માણના પાયામાં ૮ સ્તર (લેયર) રાખવામાં આવશેમ દરેક સ્તર ૨ -૨ ફૂટના રહેશે.

અયોધ્યાની દરેક ગલીઓમાં અત્યારે આ શ્રી રામજન્મભૂમિમંદિરની જ ચર્ચા ચાલી રહી છે. અયોધ્યાના કણ કણ માં શ્રી રામ વસ્યા છે અને જેમ જેમ શ્રી રામજન્મભૂમિમંદિર નિર્માણને મંજૂરી મળી છે ત્યારથી અયોધ્યા વાસીઓ માટે ખુબ રોમાંચનો વિષય બની ગયું છે કારણ કે આ મંદિર વિશ્વનું ૩જા નંબરનું વિશાળ મંદિર બનાવ જઈ રહ્યું છે. શ્રદ્ઘાળુંની ભીડ જોવા મળી રહી છે. મંદિરના પાયા માટે ચાંદીની ૩૦ ઈંટો પણ આવી ચુકી છે. જે દરેકનો વજન ૩૦ કીલો છે. છેલ્લે મળેલી માહિતી અનુસાર ૫ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન અભિજીત મુહૂર્તમાં 'સવાર્થ સિદ્ઘિ યોગ'માં દિવસના ૧૨.૩૦ કલાકે કરવામાં આવનાર છે. જે માટે તામ્ર કળશમાં ગંગાજળ અને અન્ય તીર્થોના જળથી પૂજા કરવામાં આવનાર છે તેમજ આ પૂજાની તૈયારી ૩ ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવશે પરંતુ આ તારીખ માટે અસમંજસ જોવામાં આવી રહ્યા છે.

રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટે ૩.૩ બાય ૩ ફૂટનો પાયો ખોદાશે

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા શ્રી રામજન્મભૂમિ મંદિરના ગર્ભ ગૃહ નિર્માણ માટે ૩.૩ બાય ૩ ફૂટનો પાયો ખોદવામાં આવશે જેમાં નંદા, ભદ્રા, જયા, રિકત, અને પૂર્ણા નામના નદીના પથ્થરો મુકવામાં આવશે પાયાના સ્થપણ માટે પ્રધાનમંત્રી મોદી તેમના હસ્તે એક કળશ સ્થાપન કરશેમ ગંગાજળ અને અન્ય તીર્થોના જળ ઉપરાંત ઔષધી પંચરત્ન, હીરા, પાનના, માણેક, સોના, ચાંદી વગેરે ધાતુઓ નાગ નાગણીની જોડી અને ભગવાન વિષ્ણુના અવતારના પ્રતીક સામ ચાંદીના કાચબા પણ સ્થાપિત કરવામાં આવશે.

જયોતિષાચાર્ય કહે છે કે ૫ ઓગસ્ટ શુભ મુહૂર્ત નથી

પ્રયાગ રાજના જયોતિષાચાર્ય અવિનાશ રાય એવું જણાવે છે કે ૫ ઓગસ્ટ શુભ મુહૂર્ત નથી આ તારીખે ભુમીપુજન કરવું અશુભ નીવડી શકે છે આ વાતને લઈને હાલ બહુ ચર્ચાઓ થી રહી છે અને આ તારીખનો મુદ્દો વિવાદ પણ ઉભો કરે છે. જયોતિષાચાર્યના કહ્યા અનુસાર ૫ ઓગસ્ટએ ગ્રહો નક્ષત્રોની સ્થિતિ સારી નથી અને ચાતુર્માસમાં આમ પણ મંદિરના ભૂમિપૂજનની વિધિ શુભ માનવામાં નથી આવતી.

મંદિરની કેટલીક રસપ્રદ વાતો

એક સાથે ૫૦ હજાર લોકો એક સાથે દર્શનનો લાભ લઇ શકશે : રંગ મંડપ, નૃત્ય મંડપ, ગૂઢ મંડપનો આકાર વધારવામાં આવ્યો છે : કીર્તન અને પ્રાર્થના મંડપ પણ બનવામાં આવશે : સેન્ડ સ્ટોન (ગુલાબી પથ્થર) નામના પથ્થરથી આખું રામ મંદિર નિર્માણ પામશે : મંદિરમાં સ્ટીલનો ઉપયોગ નહિ થાય

(12:53 pm IST)