Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટને ચુકાદો આપતા રોકવા ઇનકાર કર્યો અને આવતીકાલે ચુકાદો આપી દેવા હાઇકોર્ટને લીલી ઝંડી આપી: દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં કોરોનાએ વીજળીક ઝડપ પકડી, ૧ જ દિવસમાં ૧૯,૨૫૦ કેસ: સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ, રાજકોટ સિવિલમાં એક રાતમાં ૭ મોત, નવા ૩૪ કેસ; જામનગરમાં ૪ મોત, કચ્છમાં ૨ મોત, જૂનાગઢના કોર્પોરેટર રાજુભાઇ નંદવાણીનું કોરોનામાં મૃત્યુ.. અમરેલીમાં પણ કોરોનાનો લીધે ૧ મોત: દેશમાં 24 કલાકમાં 45720 કેસ, કુલ આંક 12 લાખ ઉપર, 22 દિવસમાં 6.50 લાખ કેસ: રાજકોટનો જગપ્રસિદ્ધ જન્માષ્ટમીનો મેળો રદ, ખાનગી મેળા યોજવા પર પ્રતિબંધ

(1:03 pm IST)