Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ઝારખંડની ચકચારી ઘટના

ત્રણ મહિનાથી કવોરન્ટાઇન અને જેલમાં હોવા છતાં તબ્લીગી જમાતની ત્રણ મહિલાઓ ગર્ભવતી બની

ચુસ્ત બંદોબસ્ત સાથે એકબીજાને મળવા ઉપર પણ પ્રતિબંધ હતો

રાંચી તા.ર૩: ઝારખંડની એક ચકચારી ઘટનામાં ત્રણ તબલીગી જમાતની મહિલાઓ રાંચીમાં કડક સીકયુરીટીવાળા કવોરન્ટાઇન સેન્ટરમાં ગર્ભવતી બની હતી. રીપોર્ટ અનુસાર, આ ત્રણે સ્ત્રીઓનો ગર્ભ ત્રણ મહિનાથી વધારે સમયનો નથી. જયારે આ મહિલાઓ ૧૧૧ દિવસથી કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવી છે. કવોરન્ટાઇન સેન્ટરમાં આઇસોલેશનનું કડકાઇ પુર્વક પાલન કરાવવાના દાવાઓ થતા હોવા છતા આ ઘટના બનતા ચકચાર મચી ગઇ છે.

'જાગરણ'ના રીપોર્ટ અનુસાર તબ્લીગી જમાતની આ ત્રણે મહિલાઓને રાંચીના ખાલેગાંવ કવોરન્ટાઇન સેન્ટર ખાતે રખાઇ હતી અને ત્યાંથી તેમને જેલમાં મોકલાઇ હતી. આ બંન્ને જગ્યાઓએ કડક પ્રોટ્રોકોલ રાખવામાં આવે છે અને ત્યાં રહેતા લોકોને એક બીજા સાથે મળવા દેવામાં આવતા નથી.

ગઇકાલે હાઇકોર્ટે આ ત્રણ મહિલાઓ, તેમના પતિઓ અને અન્ય ૧૭ને જામીન આપ્યા પછી જેલમાંથી છોડતી વખતે સત્તાવાળાઓના ધ્યાનમાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ વિદેશી મહિલાઓને ૩૦માર્ચે લોકડાઉનના ભંગ અને વીઝા કાનુનના ભંગ માટે ધરપકડ કરવામાં આવી હતી.

(2:45 pm IST)