Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સચિન પાઇલોટે જીત્યો સુપ્રિમ કોર્ટનો જંગ

રાજસ્થાનના સ્પીકરને ફટકો : હાઇકોર્ટની સુનાવણી ઉપર સ્ટે ફરમાવવા કોર્ટનો ઇન્કાર : કાલે રાજસ્થાન હાઇકોર્ટ સંભળાવશે ચુકાદો

નવી દિલ્હી તા. ૨૩ : સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટને સચિન પાયલટ અને અન્ય કોંગ્રેસી વિધાયકો દ્વારા અયોગ્યતા નોટીસને પડકારતી અરજી પર આવતીકાલે પસાર કરવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રિમ કોર્ટમાં રાજસ્થાનના સ્પીકર સીપી જોશીની અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, વિરોધના અવાજને લોકતંત્રમાં દબાવી શકાય નહિ. જોશીએ ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ અને ૧૮ કોંગ્રેસ વિધાયકો વિરૂધ્ધ દલબદલ કાર્યવાહીને ૨૪ જુલાઇ સ્થગિત કરવાના હાઇકોર્ટને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જોશીનો પક્ષ કપિલ સિબ્બલે રાખ્યો હતો.

રાજસ્થાન સંકટને લઇને સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાન હાઇકોર્ટના આદેશ પર રોક લગાવા પર ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા હાઇકોર્ટનો ચુકાદો આવી જાય, ત્યાર બાદ સોમવારે ફરી આ મામલે સુનાવણી હાથ ધરાશે.

રાજસ્થાનની રાજનીતિમાં ઉભા થયેલા સંકટનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે અસંતોષનો અવાજ દબાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ પાર્ટી છોડી છે?. આ ધારાસભ્યોને પણ લોકોએ જ ચૂંટ્યા છે. પાર્ટીમાં રહેતા ધારાસભ્ય અયોગ્ય કેવી રીતે હોઈ શકે?

રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કપિલ સિબ્બલે આ મામલે કોર્ટમાં જણાવ્યું કે બળવાખોર ધારાસભ્યો સ્પીકર સામે આવે. ધારાસભ્યો પાર્ટી બેઠકમાં હાજર રહેતા નથી. જેથી હવે ધારાસભ્યો સ્પીકર સામે આવીને જવાબ આપે.

સિબ્બલે કહ્યું કોર્ટ ત્યાં સુધી કોઈ દખલ ન કરી શકે, જયાં સુધી ધારાસભ્યને અયોગ્ય ઠેરવવામાં આવે. સિબ્બલે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો રેફરન્સ ટાંકીને કહ્યું કે હાઈકોર્ટ સ્પીકરને એવો આદેશ ન આપી શકે કે ધારાસભ્યોની વિરૂદ્ઘ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. જસ્ટિસ અરૂણ મિશ્ર સહિત ત્રણ જજની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે સ્પીકરને બળવાખોર ૧૯ ધારાસભ્યોની વિરૂદ્ઘ ૨૪ જુલાઈ સુધીમાં કોઈ કાર્યવાહી ન કરવા માટે કહ્યું છે.

(3:44 pm IST)