Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ભારતના કેટલાક ગામડાઓની વિશેષતાઓ

*શનિ શિંગડાપુર, મહારાષ્ટ્ર

આખા ગામમાં એક પણ ઘરમાં બારણા નથી. ચોરી થતી નથી. પોલીસ સ્ટેશન પણ નથી

*શેઠપાલ, મહારાષ્ટ્ર

ગામના દરેક ઘરમાં સાપ છે. સાપ તેમનો કુટુંબીજન છે.

*હિવારે બજાર, મહારાષ્ટ્ર

ભારતનું સૌથી ધનિક ગામ. આ ગામમાં ૬૦ કરોડપતિ રહે છે. કોઇ ગરીબ નથી. સૌથી વધુ GDP

*પુનસારી, ગુજરાત

સૌથી આધુનિક ગામ, દરેક ઘરમાં CCTV કેમેરા અને WI-FI, દરેક ગલીઓની લાઇટ સોલાર પાવર વડે ચાલે છે

*જામ્બુર, ગુજરાત

ગામના દરેક વ્યકિત આફ્રિકન જેવા દેખાય છે. ગામનું નીક નામ આફ્રિકન ગામ તરીકે ઓળખાય છે

*કુલધરા, રાજસ્થાન

અઘોર ગામ, અહીંયા કોઇ રહેતું નથી. મકાનો છે પણ કોઇ રહેતું નથી. લોકો વિનાનું ગામ

*કોડિન્હી, કેરાલા

જોડિયા બાળકોનું ગામ, અહીં ૪૦૦ જોડિયા બાળકો છે

*માટ્ટુર, કર્ણાટક

એક માત્ર ગામ જયા વ્યવહારની ભાષા સંસ્કૃત છે. ગામનો દરેક વ્યકિત સંસ્કૃતમાં જ વાતચીત કરે છે.

*બરવાન કલાં, બિહાર

વાંઢાઓનુ ગામ (કુંવારા)જયા છેલ્લા પચાસ વરસમાં એક પણ લગ્ન થયું નથી

*માવલીયોંગ, મેઘાલય

એશિયાનું સૌથી સ્વચ્છ ગામ ગામમાં નાના પર્વત પર મોટા પર્વત ઉભેલા છે

*રોંગોઇ, આસામ

આ ગામની માન્યતા પ્રમાણે વરસાદ મેળવવા દેડકાઓનુ લગ્ન કરાવવામા આવે છે

*કોરલાઇ, રાયગઢ, મહારાષ્ટ્ર

ભારતનું એક માત્ર ગામ જયા ગામના લોકો પોર્ટુગીઝ ભાષામાં વાત કરે છે.

(4:06 pm IST)