Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

હરિયાણામાં ચા વેચનારને બેંકે ૫૦ કરોડનો દેવાદાર બનાવી દીધો

મેં બેંકમાંથી કોઈ લોન લીધી જ નથી તેમ છતાં તેમણે મને ૫૦ કરોડનો દેવાદાર બનાવી દીધોઃ ચા વાળો

કુરૂક્ષેત્ર,તા.૨૩:હરિયાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં એક ચા વેચનારા દુકાનદારને બેંકે ૫૦ કરોડ રૂપિયાના ડિફોલ્ટર બનાવી દીધા છે જયારે દુકાનદારે જણાવ્યું કે મેં કયારેય લોન લીધી જ નથી તેમ છતાં મને ૫૦ કરોડનો દેવાદાર કેવીરીતે બનાવી દીધો છે.

દુકાનદારે જણાવ્યું છે કે, મેં લોન માટે અરજી કરી હતી કેમકે મારી નાણાંકીય સ્થિતિ કોરોનાને કારણે ખરાબ થઈ ગઈ છે. બેંકે મારી લોનની અરજી નામંજૂર કરી અને જણાવ્યું કે મારી પર પહેલા જ ૫૦ કરોડ રૂપિયાનું દેવું છે.

કુરુક્ષેત્રના રાજકુમારે જણાવ્યું કે, હું ચા વેચીને મારા પરિવારનું પાલન-પોષણ કરે છે. બેંકે મને દેવાદાર બનાવી દીધો છે જયારે તેણે કોઈ લોન પણ લીધી નથી. કોરોના મહામારીને કારણે મારો ધંધો બંધ થઈ ગયો હતો. મેં નાણાંકીય સહાયતા માટે બેંકમાં લોનની અરજી કરી હતી જે તેમણે નામંજૂર કરી દીધી હતી. એટલું જ નહીં તેમણે મને ડિફોલ્ટર જાહેર કરી દીધો છે.

(4:09 pm IST)