Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

નરેન્દ્રભાઇને મળી આશીર્વાદ લેતા સી.આર. પાટીલ

કાલે સુરતના વિવિધ વિસ્તારોમાં ભવ્ય કાર રેલી દ્વારા અભૂતપૂર્વ સ્વાગતઃ કોરોના-નિયમોનું સખ્ત પાલન

રાજકોટઃ ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રમુખ બન્યા બાદ શ્રી સી.આર. પાટીલ આજે દિલ્હી ગયેલ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે પ્રસંગની તસ્વીર. તેઓ શ્રી અમિતભાઇ શાહ, શ્રી જે.પી.નડ્ડા વિગેરેને પણ મળ્યા હતા.

આવતીકાલે બપોરે ૧૨ વાગે વાલક પાટીયા, વરાછા, કામરેજ રોડ સુરતથી ભવ્ય કાર રેલી યોજાશે જે સુરતના વાલક પાટીયા, સરથાણા, જકાતનાકા, સીમાડા નાકા, કાપોદ્રા, હીરાબાગ, મીની બજાર, દેવજીનગર, ભવાની સર્કલ, અલ્કાપુરી બ્રીજ, કિરણ હોસ્પિટલ, ગોધારી સર્કલ, કતારગામ દરવાજા, મુગલીસરા ચોક, વિવેકાનંદ સ્ટેચ્યું, નાનપુરા, અઠવાગેટ, મજુરીગેટ, ઉધના દરવાજા, ભાજપ કાર્યાલય ઉધના, સોશ્યો સર્કલ શ્રી સી. આર. પાટીલના કાર્યાલયે સમાપ્ત થશે. કોરોના મહામારી સંદર્ભે આ ભવ્ય સ્વાગતમાં કાર રેલી જ યોજાશે, કાર્યકરોને પોતાની ફોર વ્હીલ ગાડીમાંથી બહાર નહિ નીકળવા, કારમાં બેઠેલ પ્રત્યેક વ્યકિતને માસ્ક ફરજીયાત પહેરી રાખવા, સીટ બેલ્ટ ફરજીયાત બાંધવા, સોશ્યલ ડિસ્ટન્સીંગ નિયમોનું સખ્ત પાલન રાખવા સાથે વાહનને ઓવરટેઇક નહિ કરવા અને એક વાહનમાં વધુમાં વધુ ૩ વ્યકિત બેસે તેવી સુચના અપાયેલ છે.

(4:12 pm IST)