Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ભારતીય મૂળના અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિના નેતૃત્વમાં ચીનને શાંતિથી ઉકેલ લાવવાની અમેરિકન પ્રતિનિધિ સભાએ આપી સલાહ

હિમાલય ક્ષેત્રમાં ચીન બીજા કોઈ દેશને પરેશાન કરી શકતું નથી આથી ચીન વારંવાર કરી રહ્યું છે ભારતને હેરાનઃ અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો

નવી દિલ્હીઃ અમેરિકન પ્રતિનિધિ સભા મંડળે એ દ્વીદળીય બેઠકમાં આ એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો જેમાં ભારત અને ચીનના સબંધ અંગે, કહેવામાં આવ્યું છે ચીન ભારત સાથેના તેના સબન્ધો શાંતિથી સુધારે તે બંને માટે અને દુનિયાના બીજા દેશો માટે પણ હિતાવહ છે. આ પ્રસ્તાવ મંગળવારે મુકવામાં આવ્યો તે પહેલા રાષ્ટ્રીય રક્ષા સંગઠન અધિનિયમ (ફઝ્રખ્ખ્)માં સર્વસંમતિથી આ સંશોધનના અંતે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેમાં ચીનની ગલવાન ઘાટી અંગે વિવાદ અને ભારતમાં વારંવાર ઘૂસણખોરી કરવાની વૃતિની પણ ઘણી નિંદા કરવામાં આવી છે.

ભારતીય મૂળના અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ ના નેતૃત્વમાં ભારતીય મૂળના અમેરિકન સંસદ રો ખન્ના, સાંસદો ફ્રેન્ક પેલોન, ટો સુઓઝી, ટેડ યોહો, જયોર્જ હોલ્ડિંગ શીલા જેકસન-લી , હેલી સ્ટીવન અને સ્ટીવ શેબેટે આ પ્રસ્તાવની બેઠકમાં ભાગ લીધો હતો આ પ્રસ્તાવને નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે ફઝ્રખ્ખ્ ની સાથે મળીને રજુ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખાથી વધુ મેળવવાની આક્રમક નીતિની નિંદા કરવામાં આવી હતી. કૃષ્ણમૂર્તિના નિવેદન મુજબ રજુ કરવામાં આવેલ પ્રસ્તાવ બેઠકના તમામ લોકોની સહમતીથી મુકવામાં આવ્યો છે. ચીનની સરકારને ભારત સાથે શાંતિથી વાસ્તવિક નિયંત્રણ રેખા બાબતે વાતચીત કરીને આ વિવાદનો અંત લાવવાની સલાહ આપવામાં આવી છે. તેમણેએ પણ ઉમેર્યું કે ચીની લશ્કર દ્વારા વારંવાર ઉશ્કેરણી જનક કામગીરી સ્વીકારવામાં ન આવી શકે.

આ પ્રસ્તાવ માં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વિવાદનો નિવેડો આવી જતા ભારત પ્રશાંત ક્ષેત્ર માં તેની સુરક્ષાની કામગીરી વધુ સારી કરી શકે. કૃષ્ણમૂર્તિ એ એ પણ કહ્યું કે ચીની સેનાની અક્રમકતાને વખોડીને ભારત જેવા સાથી દેશ માટે ઉભા રહેવા અમેરિકા સક્ષમ છે. નિયંત્રણ રેખા ઉપર ૧૫ જૂન સુધીમાં ચીને ૫ હજારથી વધુ સૈન્ય બળ ઉભું કરીને તેનું શકિત પ્રદર્શન કર્યું હતું જે બિલકુલ સ્વીકારી ન શકાય ઉપરાંત તેની નિશ્ચિત કરેલી રેખા ઉપરાંત ઘૂસણખોરી માટે ભારતીય ૨૦ જવાનોનો જીવ લીધો હતો ટીકાત્મ વાત એ પણ છે ચીને આ ટકરાવ માં તેના કેટલા સૈન્ય મર્યા છે તેની સાચી સંખ્યા પણ જાહેર કરી નથી. હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં આ બેઠકે ચીનને રાજનૈતિક માધ્યમથી સબંધ સુધારવા માટેની સલાહ આપવામાં આવી છે.

સમુદ્રીક્ષેત્રમાં ચીનનો હકક જ નથી

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પયો એ પૂર્વી લડાખમાં ભારત સાથે હિંસક ટકરાવ સહીત પાડોસી દેશો સાથે ચીનના તણાવ ઉભા કરવાની વાતને વખોડી નાખ્યોમ તેમણે કહ્યું કે બેઈજીંગ બીજા દેશોને ધમકાવી કે પરેશાન કરી નથી શકતું આથી ચીન ભારતને વારંવાર પરેશાન કર્યે રાખે છે અમેરિકામાં એક પત્રકાર પરિષદ સંબોધતા પોમ્પિયો એ કહ્યું હતું કે બ્રિટિશ વિદેશ મંત્રી ડોમનિક રાબ સાથેની તેની વાતચીતમાં ચીનના મુખ્ય મુદ્દામાં આ એક મુદ્દો હતો. પાઙ્ખમ્પિયો એ ઉમેર્યું હતું કે સમુદ્રી ક્ષેત્રમાં જે ઉપર તમારો હક નથી ત્યાં તમે છેડછાડ નથી કરી શકતા હિમાલય ક્ષેત્રમાં બીજા દેશોને પણ તમે પરેશાન નથી કરી શકતા આ સાથે તેમને એ મુદ્દે પણ વાત કરી હતી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ઉપયોગ કરીને આવી કૂટનીતિ ઉચિત નથી દુનિયા ના દરેક દેશોએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય નીતિઓ મુજબ કામ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું સન્માન કરવું જોઈએ.

(4:32 pm IST)