Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના મંત્રી કોરોના પોઝિટિવ આવ્યા

રિપોર્ટ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ

ભોપાલ, તા. ૨૩ : મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણના એક કેબિનેટ મંત્રીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે ભોપાલમાં કોવિડ ટેસ્ટિમાં ૧૫૭ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે જેમાં સરકારના કેબિનેટ મંત્રી પણ સામેલ છે. ચિંતાની વાત છે કે મંત્રી બુધવારે ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણી અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મીટિંગમાં બીજા મંત્રી મંત્રીઓની સાથે હાજર હતા. મીડિયા સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, રિપોર્ટ સામે આવ્યા બાદથી તેઓ ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમણે જણાવ્યું કે તેમનામાં વાયરસના કોઈ લક્ષણ નથી. તેમના ગળામાં થોડો દુઃખાવો હતો ત્યારબાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. કેબિનેટ મંત્રીએ જે લોકોના સંપર્ક આવ્યા હતા તેમને રિપોર્ટ કરાવવા કહ્યું છે. મંત્રીમાં ગ્વાલિયર-ચંબલ વિસ્તારના રહેવાસી છે અને માર્ચમાં કોંગ્રેસન સરકાર પાડવામા તેમણે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગયા અઠવાડિયે તેમણે તેમના વિસ્તારમાં હજારો સમર્થકોની વચ્ચે રેલી યોજી હતી.

(9:53 pm IST)