Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

તમિળનાડુ રાજભવનમાં ૪૮ કર્મીઓ પોઝિટિવ

તમિલનાડુમાં આંક દોઢ લાખ નજીક

ચેન્નાઈ, તા. ૨૩ : તમિલનાડુના રાજભવનમાં ગુરૂવારે કોરોના વાયરસના ૮૪ કેસ સામે આવ્યા છે. જેમાં રાજભવનમાં તહેનાત સુરક્ષાકર્મી અને ફાયરકર્મી સહિત અન્ય ૮૪ લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજભવન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમાંથી કોઈપણ સ્ટાફ ગવર્નર કે અન્ય કોઈ વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં આવ્યો નથી. હાલ સમગ્ર રાજભવન અને તમામ ઓફિસને ખાલી કરીને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. તમામ સંક્રમિત લોકોને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, રાજ્યમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા લાખ ૮૬ હજાર ૪૯૨ થઈ ગઈ છે. તેમાંથી ,૧૪૪ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધી લાખ ૩૧ હજારથી વધારે દર્દી સાજા થઈ ગયા છે. ત્યાંજ ૫૧ હજારથી વધારે દર્દીઓની સારવાર ચાલી રહી છે.

(9:56 pm IST)