Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યોને જુદી -જુદી સમિતિમાં જવાબદારી સોંપી : અભય ભારદ્વાજનો લો એન્ડ જસ્ટિઝમ સમાવેશ : પરિમલ નથવાણી અને શક્તિસિંહ ગોહિલનો ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં સમાવેશ : નરહરિ અમીનને રેલવેની સંશોધન સમિતિમાં અને રમીલાબેન બારાને સોશ્યલ જસ્ટિઝ અને એમ્પાવર્મેન્ટમાં સમાવાયા

જ્યોતિરાદિત્ય સિંધિયાને એચઆરડી,રંજન ગોગોઇને વિદેશી બાબતોની પેનલ અને શરદ પવારની ડિફેન્સની પેનલમાં નિમણુંક

રાજકોટ : રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યને અલગ અલગ પાર્લામેન્ટરી કમિટીઓમાં જવબદારી સોંપવામાં આવી છે,રાજકોટના શ્રી અભયભાઈ ભારદ્વાજને પર્સનલ-પબ્લિક ગ્રિવન્સિઝ અને લો એન્ડ જસ્ટિઝ કમિટીમાં સ્થાન અપાયું છે ,જયારે પરિમલ નથવાણી અને શક્તિસિંહ ગોહિલને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી,નરહરિ અમીનને રેલવેમાં જવાબદારી સોંપાઈ છે જયારે રમીલાબેન બારાને સોશ્યલ જસ્ટિઝ અને એમ્પાવર્મેન્ટમાં જવાબદારી સોંપી છે

આ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાને એચઆરડી,રંજન ગોગોઇને વિદેશી બાબતોની પેનલ અને શરદ પવારની ડિફેન્સની પેનલમાં નિમણુંક કરાઈ છે 

નવા ચૂંટાયેલ તમામ 65 સાંસદોને અલગ અલગ સમિતિઓમાં જવાબદારી સોંપવામાં આવી છે જેની યાદી આ મુજબ છે

(10:09 pm IST)