Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને ટાટા ટેલિકોમ કંપનીઓની અરજી સુપ્રીમે ફગાવી દીધી: હજારો કરોડ રૂપિયા ભરવા પડશે

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે ટેલિકોમ કંપનીઓ, ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને ટાટા દ્વારા તેમના દ્વારા ચૂકવવા પાત્ર "એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) રકમમાં"  ભૂલો સુધારવા માંગતી કરેલી અરજીઓને ટોચની અદાલતે ફગાવી દીધેલ છે. આ કંપનીઓએ સુપ્રીમ કોર્ટના ઓક્ટોબર ૨૦૧૯ ના ચુકાદાને પડકારેલ હતો.

 ભૂલોની સુધારણા બાદ એજીઆરની બાકી લેણાંની રકમની પુન: ગણતરીની માંગણી કરતી અરજી પર ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવ, અબ્દુલ નઝીર અને એમ.આર. શાહની બેંચે આ આદેશ આપ્યો હતો.

સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ટેલિકોમ કંપનીઓને દર વર્ષે, કેન્દ્ર સરકારને તેમની બાકી રહેલી એજીઆર બાકી ચૂકવવા માટે 10 વર્ષનો સમયગાળો આપ્યો હતો. દર વર્ષે ૧૦% ચૂકવવાનું કહ્યું હતું. પ્રથમ હપ્તો ચૂકવવા માટે ટેલી કંપનીઓને આપવામાં આવતી સમયમર્યાદા ૩૧ માર્ચ, ૨૦૨૧ હતી.

કંપનીઓએ રજૂઆત કરી હતી કે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે (ડીટી) એજીઆર લેણાંની ગણતરીમાં ગાણિતીક ભૂલો કરી હતી અને કોર્ટ આ ભૂલો સુધારવા મંજૂરી આપે તેવી માગણી હતી.

વોડાફોન-આઇડિયા પર કુલ જવાબદારી રૂ. ૫૮,૨૫૪ કરોડ છે, જ્યારે ભારતી એરટેલને રૂ. ૪૩,૯૮૦ કરોડ ચૂકવવા પડશે.

અગાઉ વોડાફોનનો પોતાનો આ ચૂકવણીનો  અંદાજ રૂ ૨૧૫૩૩ કરોડ હતો, પરંતુ સુપ્રીમ કોર્ટ  ટેલી કંપનીઓને તેમના બાકી લેણાંનું પોતાની મેળે આકારની કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, અને ડીઓટીએ કરેલ દાવા મુજબની જ  ચૂકવવા આદેશ કર્યો  હતો.

ડી ઓ ટી ની ગણતરી મુજબ ૫૮,૪૦૦ કરોડ રૂપિયાની એજીઆર લેણાંની માંગણી હતી.

 તેમાંથી, વોડાફોને રૂ. ૮૫૪૪ કરોડ ચૂકવ્યા છે અને હવે સરકાર ને ૧૦ હપ્તામાં ૫૦,૦૦૦ કરોડ ચૂકવવાના બાકી છે.

ટાટાએ પણ તેના બાકી લેણાંની પુન: ગણતરી માંગી હતી જેમાં જણાવ્યું હતું કે રૂ.  ટાટા ટેલિસર્વિસિસ દ્વારા એજીઆરની બાકી રકમ પેટે ૪,૧૯૭ કરોડ રૂપિયા તો ચૂકવી દેવામાં આવ્યા છે.

(5:37 pm IST)