Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

એરટેલ બાદ હવે VI એ ટેરીફ પ્લાનમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો કર્યો

ગ્રાહકોને મોટો ફટકો : તમામ પ્રીપેડ પ્લાન મોંઘા

નવી દિલ્હી તા. ૨૩ : એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ ગ્રાહકોને મોટો ફટકો આપતા તેના તમામ પ્રી-પેડ પ્લાન મોંઘા કરી દીધા છે. વોડાફોન આઈડિયાના નવા પ્લાન ૨૫ નવેમ્બરથી લાગુ થશે. એરટેલના નવા પ્લાન ૨૬ નવેમ્બરથી લાગુ થશે. વોડાફોન આઈડિયાએ પણ એરટેલની જેમ તેના પ્લાનમાં ફેરફાર કર્યા છે. વોડાફોન આઈડિયાનો સૌથી સસ્તો પ્લાન હવે ૯૯ રૂપિયાનો થઈ ગયો છે, જે પહેલા ૭૯ રૂપિયા હતો. કંપનીએ કહ્યું છે કે પ્લાનની કિંમતો વધારવાથી તેને યુઝર દીઠ સરેરાશ આવક  વધારવામાં મદદ મળશે.

viનો સૌથી સસ્તો પ્રી-પેડ પ્લાન પહેલા ૭૯ રૂપિયાનો હતો, જે હવે ૯૯ રૂપિયા થઈ ગયો છે. બેઝ પ્લાનની કિંમતમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે. આ પ્લાનમાં તમને ૯૯ રૂપિયાનો ટોક ટાઈમ મળશે. આ સિવાય તેમાં ૨૦૦ MB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે. તેમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા નથી. આ પ્લાન હેઠળ ૧ પૈસા પ્રતિ મિનિટના દરે કોલિંગ કરી શકાશે.

આ વધારા બાદ વોડાફોન આઈડિયાનો ૧૪૯ રૂપિયાનો પ્લાન હવે ૧૭૯ રૂપિયા થઈ ગયો છે. આ પ્લાનમાં ૨૮ દિવસની વેલિડિટી સાથે કુલ 2 GB ડેટા, કુલ ૩૦૦ SMS અને અમર્યાદિત કોલિંગ તમામ નેટવકર્સ પર ઉપલબ્ધ હશે.

વોડાફોન આઈડિયાએ હવે રૂ.૨૧૯ના પ્લાનની કિંમત ઘટાડીને રૂ.૨૬૯ કરી દીધી છે. આમાં દરરોજ ૧૦૦ SMS સાથે 1 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળશે. તેની વેલિડિટી ૨૮ દિવસની છે. આ રેન્જવાળા એરટેલના પ્લાનની કિંમત ૨૬૫ રૂપિયા છે.

viનો પ્લાન જેની કિંમત પહેલા ૨૪૯ રૂપિયા હતી તે હવે વધીને ૨૯૯ રૂપિયા થઈ ગઈ છે. આ પ્લાનની વેલિડિટી પણ ૨૮ દિવસની છે. આમાં, અમર્યાદિત કોલિંગ સાથે દરરોજ ૧૦૦ SMS અને દરરોજ ૧.૫ GB ડેટા મળશે. Vi ગ્રાહકોએ હવે ૨૯૯ રૂપિયાની જગ્યાએ ૩૫૯ રૂપિયા ચૂકવવા પડશે. આમાં, તમને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ ૨ જીબી ડેટા અને ૧૦૦ SMS મળશે. તેની વેલિડિટી ૨૮ દિવસની છે.

વોડાફોન આઈડિયાનો રૂ. ૩૯૯નો પ્લાન, જે ૫૬ દિવસની વેલિડિટી સાથે આવે છે, તે હવે રૂ. ૪૭૯ થઈ ગયો છે. આમાં ગ્રાહકોને દરરોજ ૧.૫ જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ૧૦૦ SMS મળશે. આ વધારા પછી, ૫૬ દિવસની વેલિડિટી સાથે આવે છે તે ૪૪૯ રૂપિયાનો પ્લાન હવે ૫૩૯ રૂપિયા થઈ ગયો છે. તેમાં અમર્યાદિત કોલિંગ અને ૧૦૦ SMS સુવિધા સાથે દરરોજ 2 GB ડેટા છે. એરટેલના ૪૪૯ રૂપિયાના પ્લાનની કિંમત ૨૬ નવેમ્બરથી ૫૪૯ રૂપિયા થશે.

કંપનીનો ૩૭૯ રૂપિયાનો પ્લાન, જે ૮૪ દિવસની વેલિડિટી સાથે આવે છે, તે હવે ૪૫૯ રૂપિયાનો થઈ ગયો છે. તેમાં કુલ ૬ જીબી ડેટા, દરરોજ ૧૦૦ એસએમએસ અને અમર્યાદિત કોલિંગની સુવિધા છે. આ પ્લાન ફકત તે લોકો માટે જ શ્રેષ્ઠ હતો જેઓ નંબર ચાલુ રાખે છે.

વોડાફોનનો ૫૯૯ રૂપિયાનો પ્રી-પેડ પ્લાન હવે ૭૧૯ રૂપિયાનો છે. તેમાં દરરોજ 1.5 GB ડેટા, દરરોજ ૧૦૦ SMS અને ૮૪ દિવસની માન્યતા સાથે અમર્યાદિત કોલિંગ સુવિધા છે.

૬૯૯ રૂપિયાનો પ્લાન હવે ૮૩૯ રૂપિયાનો છે. વોડાફોન આઈડિયાનો ૬૯૯ રૂપિયાનો પ્રીપેડ પ્લાન હવે ૮૩૯ રૂપિયાનો છે. ૮૪ દિવસની માન્યતા સાથે, તેમાં દરરોજ 2 GB ડેટા, દરરોજ ૧૦૦ SMS અને અમર્યાદિત કોલિંગ સુવિધા છે.

(3:16 pm IST)