Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

૫ રૂપિયા સુધી સસ્‍તું થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ

ઇન્‍ટરનેશનલ માર્કેટમાં બ્રેન્‍ટ ક્રૂડ ઓઇલનાં ભાવમાં ૫ ડોલરથી વધુ ઘટાડો જોવા મળી શકે છે જેની અસર ભારત પર પડશે

નવી દિલ્‍હી,તા. ૨૩ : છેલ્લા ૧૦ મહિનામાં ઇન્‍ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનીમ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જયાં બ્રેન્‍ટ ક્રૂડ ૩૫ %થી પણ વધુનો ઘટાડો થયો છે અને WTI નાં ભાવોમાં પણ ૩૮ % જેટલો ઘટાળો થયો છે. માહિતી અનુસાર ક્રૂડ ઓઇલને લઇને જે અનુસાર માહોલ જોવા મળી રહ્યો છે તે મુજબ બ્રેન્‍ટ અને WTI નાં ભાવમાં ૫ ડોલરનો ઘટાડો આવી શકે છે. જો એવું થયું તો ભાવ ૮૨ ડોલર પર આવશે જેની સીધી અસર ભારતનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવો પર પડશે.

છેલ્લા ૧૦ મહિનાની વાત કરીએ તો ક્રૂડ ઓઇલનાં ભાવમાં ૩૫% જેટલો ઘટાડો થયો છે. ૭ માર્ચનાં બ્રેન્‍ટ ક્રૂડ ઓઇલનાં ભાવ ૧૩૯.૧૩ ડોલર પ્રતિ બેરલની સાથે હાઇ પર પહોંચ્‍યા હતાં. જે આજે કારોબારી સત્રમાં ૮૭.૮૧ ડોલર પ્રતિ બેરલના ભાવ પર કારોબાર કરી રહ્યો છે. આ દરમિયાન બ્રેન્‍ટ ક્રૂડ ઓઇલનાં ભાવોમાં ૩૭ ડોલર પ્રતિ બેરલનાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

IIFLનાં વાઇસ પ્રેસિડેન્‍ટ અનુજ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્‍યું કે આવનારાં દિવસોમાં ક્રૂડ ઓઇલનાં ભાવોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે . આ ઘટાડો ૫ ડોલર પ્રતિ બેરલથી વધુ પણ હોઇ શકે છે જેનાં ૪ કારણો તેમણે જણાવ્‍યાં. તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં ૫ રૂપિયા જેટલો ઘટાડો થઇ શકે છે.

દુનિયાની સૌથી મોટી કંપનીઓ વર્ષનાં અંત પર પોતાનાં જૂનાં હેઝ ફંડ્‍સને સમાપ્ત કરવાનાં વિચારમાં છે. જેના કારણે ઓઇલની ડિમાન્‍ડ ઓછી થઇ શકે છે.

અમેરિકામાં સ્‍ટોક્‍સ અને સેલ્‍સમાં પણ ફેરફારો જોવા મળી શકે છે. જેના કારણે ડિમાન્‍ડની સરખામણીએ સપ્‍લાય વધી ગયું છે જેના કારણે આવનારા દિવસોમાં ભાવ ઘટાડો શક્‍ય છે.

ચીનમાં ફરીથી કોવિડે પગ મૂક્‍યો છે જેના કારણે ત્‍યાં વારંવાર લોકડાઉન લાગી રહ્યાં છે. દુનિયાની તમામ ઇકોનોમીઝને પણ ડર છે કે કોવિડની નવી લહેર આવી શકે છે જેના કારણે ડિમાન્‍ડ ઘટી રહી છે.

હાલમાં જ યૂકે પ્રાઇમ મિનિસ્‍ટર રૂષિ સુનકે કહ્યું હતું કે હવે કે કાચાં તેલને લઇને પોતાના દેશમાં ડ્રિલિંગમાં વધારો કરશે. જેને જોતાં યૂરોપનાં બાકીનાં દેશોમાં પણ ડ્રિલિંગ વધારવામાં આવી છે. આ જ કારણે પ્રોડક્‍શનમાં વધારો થવાની સંભાવનાં છે.

(10:38 am IST)