Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ભાંગનો વિવેકપૂર્વક સેવન કરવાથી ઘણા રોગોમાં રાહત થાયઃ હઠીલા દર્દો, ઉલ્‍ટી, ઉબકામાં ભાંગનું સેવન ફાયદાકારક

ભાંગના પાંદડા કળીઓ સુકવીને ગ્રાઇન્‍ડીંગ કરીને પલાળીને પેસ્‍ટ તૈયાર થાય

નવી દિલ્‍હીઃ ભાંગ એક પ્રકારનું મિશ્રણ અને અકસીર ઔષધ છે. ભાંગના સેવનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. વધુ પડતા સેવનથી નુકશાન થાય છે. ભાંગની કળીઓ પાંદડાને સુકવી તેને ગ્રાઇન્‍ડીંગ કરી પેસ્‍ટ તૈયાર કરી શકાય છે. ઉલ્‍ટી, ઉબકા, જુના દર્દો, સન બર્નનની સમસ્‍યામાં ભાંગ લઇ શકાય છે.

હિન્દુ ધર્મના ઘણા ધાર્મિક વિધીઓમાં ભાંગનો ઉપયોગ થતો હોય છે. ત્યારે, હોળીમાં ભાંગ લોકો પોતાના શોખથી પીતા હોય છે. પરંતુ, તેનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે, પણ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનો ફાયદો પણ થઈ શકે છે.

ભાંગ શું છે અને કેવી રીતે બને છે?

ભાંગ એક પ્રકારનું મિશ્રણ છે. આમાં, કેનાબીસ સટિવા પ્લાન્ટના પાંદડા અને કળીઓને સૂકવીને, ગ્રાઇન્ડીંગ કરીને પલાળીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. અને તેનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે. સદીઓથી ભારતમાં ભાંગ પીવામાં આવે છે. અને તે દહી અને મઠ્ઠામાં ભેળવી પીવામાં આવે છે. ઘણી જગ્યાએ લોકો દૂધમાં ભેળવ્યા બાદ તેને પીવે છે. જેને ભાંગ લસ્સી કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ મીઠાઈ બનાવવા માટે ભાંગ ઘી અને ખાંડ સાથે ભેળવવામાં આવે છે.

ભાંગ કેવી રીતે કામ કરે છે?

ભાંગને અંગ્રેજીમાં કેનાબીસ કહેવામાં આવે છે. તેમાં નશો હોય છે. ખરેખર, કેનાબીસ નર્વસ સિસ્ટમના કામ કરવાની રીત પર અસર કરે છે. કેનાબીનોઇડ કેનાબીસમાં જોવા મળે છે, જે બે પ્રકારના હોય છે. ટેટ્રાહાઈડ્રોકૈનાબિનોલ અને કૈનાબિડિયોલ જેને CBD અને THS નામથી ઓળખાય છે.

ઉબકા અને ઉલ્ટીમાં આપે છે રાહત

ભાંગ ઉલટી અને ઉબકા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ખાસ કરીને કીમોથેરેપીની આડઅસરોને કારણે ઉબકા દૂર કરવામાં મદદગાર છે. જો કે, તેનો વધારે પડતો ઉપયોગ કેટલાક લોકોમાં ઉબકા અને ઉલ્ટી થવાની સમસ્યામાં પણ વધારો કરી શકે છે.

દર્દને ઘટાડે

ભાંગ કોઈ પણ પ્રકારના દર્દને દુર કરવા માટેની સૌથી સારી ઔષધી છે. અનેકો રિસર્ચ બાદ જાણવા મળ્યું છે કે, કેનાબીસ જુના દર્દને ઘટાડી શકે છે. ફાઈબ્રોમાએલ્જિયા અને રૂમેટાઈડ ઓર્થરાઈટિસના કારણોને ઘટાડવા માટે કેનાબીનોઈડ્સ પ્રભાવી રહી શકે છે.

સનબર્નનો ઈલાડ ભાંગ

ગરમીમાં તડકાના કારણે સનબર્નની સમસ્યા થતી હોય છે. એવામાં ભાંગનો ઉપયોગ ખૂબ સારૂ માનવામાં આવે છે. ભાંગના પાનને નાના નાના ટૂકડા કરીને બર્ન્ટ સ્કિન પર લગાવામાં આવે તો તે ત્વચાને ઠંડક આપે છે. 

(5:39 pm IST)