Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

5G વાયરલેસ નેટવર્ક પર સવાલો કરનાર જુહી ચાવલાએ હાઇકોર્ટના સિંગલ બેંચના ચુકાદાને ડબલ બેંચમાં પડકાર્યો

હાઇકોર્ટની સિંગલ બેંચે તેમની અરજીને ફગાીવી હતી અને 20 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

નવી દિલ્હી : દેશમાં 5G વાયરલેસ નેટવર્ક પર સવાલો ઉઠાવનાર અભિનેત્રી જુહી ચાવલાએ ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે સિંગલ બેંચના નિર્ણયને ડબલ બેંચમાં પડકાર્યો છે. જૂહી ચાવલાની અરજી પર કાલે (23 ડિસેમ્બર) સુનાવણી થશે,આ મામલે અગાઉ હાઇકોર્ટમાં 5G મામલે અરજી કરી હતી આ મામલે હાઇકોર્ટની સિંગલ બેંચે તેમની અરજીને ફગાીવી હતી અને 20 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વભરની ટેલિકોમ કંપનીઓ આગામી કેટલાક વર્ષોમાં 5G નેટવર્ક શરૂ કરવા જઈ રહી છે. એ અલગ વાત છે કે તેની રજૂઆત પહેલા જ આ ટેક્નોલોજી વિવાદોમાં ઘેરાયેલી છે. અભિનેત્રી અને પર્યાવરણવાદી જુહી ચાવલાએ દેશમાં 5G વાયરલેસ નેટવર્કના અમલીકરણ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. પોતાની અરજીમાં તેમણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસરનો મુદ્દો ઉઠાવ્યો છે.પોતાની અરજીમાં જૂહીએ નાગરિકો, પ્રાણીઓ, છોડ અને પ્રાણીઓ પર રેડિયેશનની અસરને લગતા મુદ્દા ઉઠાવ્યા છે. આ મામલો જસ્ટિસ સી હરિશંકર સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. તેણે 2 જૂને સુનાવણી માટે આ મામલો બીજી બેન્ચને ટ્રાન્સફર કર્યો હતો.

ટેલિકોમ મંત્રાલયે કહ્યું કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ (SERB) દ્વારા 2G, 3G, 4G, 5G સેલ્યુલર ટેક્નોલોજીની મનુષ્યો, પ્રાણીઓ, છોડ વગેરે પરની અસર અંગે ખાસ કરીને કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી.

(9:20 pm IST)