Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ઓમિક્રોનના કારણે યુરોપમાં આવશે વાયરસનું 'તોફાન'

WHOએ ચેતવણી આપીઃ વેરિઅન્ટ ના ફેલાય નહીં તે માટે પગલા લો

ન્યુયોર્ક, તા.૨૨: ઓમિક્રોન વેરિઅન્ટએ વિશ્વભરમાં ભરડો લીધો છે. યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ટોચના અધિકારીએ મંગળવારે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોરોનાવાયરસના કેસોમાં નોંધપાત્ર વધારા માટે સરકારોને તૈયાર રહેવા જણાવ્યું હતું. ઓમિક્રોન પહેલાથી જ દ્યણા દેશોમાં ફેલાઈ ચુકયો છે. ષ્ણ્બ્ ના સ્થાનિક નિર્દેશક ડો. હૈંસ કલૂઝ વિયેનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અમે બીજું તોફાન આવતા જોઈ શકીએ છીએ.' ઘણા યુરોપિયન દેશમાં કોરોના કેસમાં વધારો થયો છે.

હૈંસ કલૂઝએ કહ્યું, 'થોડા અઠવાડિયામાં ઓમિક્રોન વધુ દેશો પર પ્રભુત્વ મેળવશે. જેના કારણે પહેલેથી જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી આરોગ્ય પ્રણાલી વધુ પ્રભાવિત થશે. ૩૮ સભ્ય દેશોમાં જોવા મળ્યું છે. તે બ્રિટન, ડેનમાર્ક અને પોર્ટુગલમાં પહેલાથી જ પ્રભુત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે આ વિસ્તારમાં કોરોના વાયરસના કારણે ૨૭ હજાર લોકોના મોત થયા છે અને ૨૬ લાખ વધારાના કેસ નોંધાયા છે. જો કે, આ કેસોમાં તમામ સંક્ર્મણના કેસોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૪૦ ટકા વધુ છે.

કલૂઝએ કહ્યું હતું કે, 'કોવિડ-૧૯ કેસની વધતી સંખ્યાને પરિણામે વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. આનાથી આરોગ્યમાં મોટા પાયે વિક્ષેપો આવી શકે છે. આમ, કલૂઝએ જણાવ્યું હતું કે યુરોપમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત ૮૯ ટકા લોકોમાં સામાન્ય લક્ષણો જેવા કે ઉધરસ, ગળામાં દુખાવો, તાવ અને અન્ય કોરોનાવાયરસ પ્રકારો નોંધાયા છે. તેમણે કહ્યું કે આ પ્રકાર મોટે ભાગે આ વિસ્તારમાં ૨૦ અને ૩૦ વર્ષની વયના યુવાનો દ્વારા ફેલાયો છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટ વિશે હજુ ઘણું અજાણ છે. પરંતુ કલૂઝએ કહ્યું કે તે અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ સંક્રમિત લાગે છે.

હંસ કલૂઝએ જણાવ્યું હતું કે નોંધપાત્ર સંખ્યામાં ઓમિક્રોન કેસ ધરાવતા દેશોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દેશોમાં, ઓમિક્રોન વેરિઅન્ટના કેસ દર ૧.૫ થી ૩ દિવસમાં બમણા થઈ રહ્યા છે. WHOના અધિકારીએ કહ્યું કે યુરોપીયન સરકારોએ તેમના રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવાનું ચાલુ રાખવું જોઈએ.

વેરિઅન્ટના ફેલાવાને ધીમું કરવા અને આવનારા ઉછાળા માટે આરોગ્ય સંભાળ પ્રણાલી જેવી જટિલ ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવા વધારાના પગલાં દાખલ કરવા જોઈએ. તે જ સમયે, ઘણા યુરોપિયન દેશોમાં પ્રતિબંધોનો સમયગાળો શરૂ થઈ ગયો છે. જેથી આ ખતરનાક પ્રકારને લોકોમાં ફેલાતા અટકાવી શકાય.

(12:00 am IST)