Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ક્રીપ્ટો માર્કેટમાં ઉથલપાથલઃ એક અફવાથી ડરીને રોકાણકારોએ એક ઝાટકે ૧૦૦૦ કરોડ ઉપાડી લીધા

ક્રિપ્ટોકરન્સીને લઈને ભારત સરકાર દ્વારા કાયદો લાવવામાં આવે તેવી અટકળો વચ્ચે ભારતમાં માર્કેટ સતત નીચે પડી રહ્યું છે

નવી દિલ્હી, તા.૨૩: વૈશ્વિક બજારમાં દબાણ અને કોરોનાના નવા પ્રકાર તેમજ ક્રિપ્ટોકરન્સી બંધ થવાના સમાચારને કારણે લોકો ક્રિપ્ટોકરન્સીમાંથી પણ પૈસા ઉપાડી રહ્યા છે. હવે ભારતમાં ઘ્શ્વક્કષ્ટદ્દંણૂ્યશ્વશ્વફૂઁણૂક્ક બંધ થઈ જશે એવી અફવા પણ માર્કેટમાં જોર પકડી રહી છે. હકીકતમાં, છેલ્લા ૧ અઠવાડિયામાં જ, રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરેલા તેમના ૧૦૦૦ કરોડથી વધુ પૈસા પાછા ખેંચી લીધા છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સી સરકાર માન્ય નથી. અને કેન્દ્ર સરકાર તેને મંજૂરી આપવા પણ તૈયાર નથી. એવી અટકળો ચાલી રહી હતી કે ચોમાસુ સત્રમાં, સરકારે સંસદના સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ અથવા નિયમન કરવા માટેનું બિલ રજૂ કર્યું ન હતું, પરંતુ આ બિલ આવવાને કારણે ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા ૧ મહિનાથી ઉથલપાથલ ચાલી રહી છે. લોકો વધુને વધુ ક્રિપ્ટોકરન્સીનું વેચાણ કરી રહ્યા છે, રોકાણકારો ક્રિપ્ટો કરન્સીમાંથી પીછેહઠ કરી રહ્યા છે.

પ્રતિબંધના સમાચારે માર્કેટને હચમચાવી નાખ્યું

પ્રતિબંધના સમાચારથી ક્રિપ્ટોકરન્સીની આસપાસ ચાલી રહેલી અનેક મૂંઝવણ વચ્ચે, લોકોનો આ કાલ્પનિક સંપત્તિ પરનો વિશ્વાસ હવે ડગમગવા લાગ્યો છે.

રોકાણકારોએ ૧૧ અને ૧૭ ડિસેમ્બર વચ્ચેના એક સપ્તાહમાં ક્રિપ્ટોકરન્સીમાંથી રેકોર્ડ ૧૪૨ મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. ૧,૦૭૩૭ કરોડ રૂપિયા પાછા ઉપાડ્યા છે.

માહિતી અનુસાર, ૧૭ અઠવાડિયામાં પ્રથમ વખત ક્રિપ્ટોકરન્સીમાંથી આટલો બધો ઉપાડ થયો છે. અગાઉ જૂન ૨૦૨૧ માં, ૯૭ મિલિયન ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સી વેચાઈ હતી.

એક રિપોર્ટ પ્રમાણે, જે લોકો પાસે હાલ ક્રિપ્ટોકરન્સી છે તેમને પોતાની પોઝીશનથી બહાર નીકળવા માટે યોગ્ય સમયગાળો આપવામાં આવશે. જો આપની પાસે પણ ક્રિપ્ટોકરન્સી હોય તો તેમે અત્યારે અથવા સરકાર દ્વારા આપવામાં આવેલ સમયગાળા દરમિયાન વેંચી શકો છો. કોઈપણ વ્યકિતને તકલીફ ન પડે તે માટે સરકાર પુરતો સમયગાળો આપશે.

આ પહેલા ક્રિપ્ટોકરન્સીને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્રિપ્ટો માર્કેટના નિયમન અને તેને લગતી અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. હવે આના પર પ્રતિબંધના સમાચાર આવતા જ ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય ખૂબ જ ઝડપથી ઘટી ગયું છે, ટ્રાન્ઝેકશન બંધ થઈ જશે. ભારતમાં, જો સરકાર બિલ લાવીને તેના પર પ્રતિબંધ મૂકે છે, તો તમારા પ્રતિબંધ અને ક્રિપ્ટો એકસચેન્જ વચ્ચેનો વ્યવહાર બંધ થઈ જશે. તમે ક્રિપ્ટો ખરીદવા માટે સ્થાનિક ચલણનો ઉપયોગ કરી શકતા નથી. આ સિવાય તમે તેમને રોકડ પણ કરાવી શકતા નથી. નોટબંધી બાદ તેમાં પૈસા લગાવનારા લોકોનું શું થશે તે એક મોટો પ્રશ્ન છે. આનો જવાબ બિલની રજૂઆત બાદ જ મળશે. હાલમાં, ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર કોઈ નિયમન કે પ્રતિબંધ નથી. જોકે, તેની જાહેરાતો થોડા સમયમાં દ્યણી વધી ગઈ છે. જેમાં ફિલ્મ સ્ટાર્સ જોવા મળે છે અને તે રોકાણ પર ઉચ્ચ વળતર આપવાની વાતો કહે છે.

ક્રિપ્ટો કરન્સી ટેકનોલોજીના ઉપયોગથી રાહત આપવા માટે જ સરકારે આ બિલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી સરકારી ડિજિટલ કરન્સી ચલાવવા માટે ફ્રેમ વર્ક કરવામાં આવશે. આ બિલને લઈને લોકસભા બુલેટિનમાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી હતી. જો કે નાણાં બાબતની સંસદીય સમિતિમાં  ક્રિપ્ટો કરન્સીને લઈને ચર્ચાઓ થઈ હતી જેમાં પાબંદી સમયના નિયમો પર સૂચન આપવામાં આવ્યા હતા.

જોખમનાં કારણે સાવધાની

દેશમાં મોટા પાયે  ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટ્મેન્ટ થઈ રહ્યું છે. આ કરન્સીમાં ખાસ્સો ઉતાર ચડાવ થતો હોય છે. અને  ક્રિપ્ટો કરન્સીનું કયાંથી સંચાલન થાય છે તેપણ નિશ્ચિત નથી હોતું. એવામાં સરકારે આ મામલે નિર્ણય લેવાનું નક્કી કર્યું તેને નિષ્ણાંતો સારું પગલું માની રહ્યા છે.

(10:44 am IST)