Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ઓમિક્રોન સંક્રમિત દિલ્હીનો યુવક દવા વગર સાજો થયો

મારો ટેસ્ટ ના થયો હોત તો કદાચ મને ખબર પણ ના પડત કે હું પોઝિટિવ છું : યુવક

નવી દિલ્હી તા. ૨૩ : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે દિલ્હીનો એક યુવક ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ વગર કોઈ દવાએ સાજો થઈ ગયો છે.

દિલ્હીનો સાહિલ ઠાકુર તાજેતરમાં દુબઈ ગયો હતો અને તેને ઓમિક્રોનનુ સંક્રમણ લાગ્યુ હતુ.તેણે કહ્યુ હતુ કે, હું જયારે દિલ્હી આવ્યો ત્યારે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જોકે મારામાં કોઈ લક્ષણ નહોતા.જો મારો ટેસ્ટ ના થયો હોત તો કદાચ મને ખબર પણ ના પડત કે હું પોઝિટિવ છું.

તેના કહેવા પ્રમાણે મારા બે ટેસ્ટ એ પછી નેગેટિવ આવ્યા છે પણ હજી હું ઘરમાં કવોરેન્ટાઈન છું.મારા પરિવારને આઈસોલેશનમાં રખાયો છે પણ ઘરમાં બીજા કોઈ સભ્યને સંક્રમણ લાગ્યુ નથી.

સાહિલને ઓમિક્રોન વેરિએન્ટનુ સંક્રમણ હોવાનુ બહાર આવ્યા બાદ દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

જયાં તેને બીજા ૪૫ જેટલા દર્દી મળ્યા હતા જે ઓમિક્રોન સંક્રમણની ચપેટમાં આવ્યા હતા પણ કોઈનામાં કોરોનાનુ લક્ષ્ણ નહોતુ અને કોઈને તાવ પણ નહોતો અને શરદી ખાંસી પણ નહોતા.બધા દર્દીઓ કહી રહ્યા હતા કે, અમને વગર કારણે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

સાહિલનુ કહેવુ છે કે, મને લાગે છે કે ઓમિક્રોન એટલો ગંભીર નથી, મને તાવ આવ્યો અને નથી મારે કોઈ દવા લેવી પડી નથી.

(3:05 pm IST)