Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

સંસદમાં હંગામાની જગ્યાએ ચર્ચા કરવાની જરૂર પોતાની જ પાર્ટી પર થરુરે સાધ્યુ નિશાન

નવી દિલ્હી, તા.૨૩: કોંગ્રેસના કેરાલાના સાંસદ અને યુપીએ સરકારના પૂર્વ મંત્રી શશી થરુરે વિપક્ષ દ્વારા લોકસભા અને રાજયસભામાં કરાયેલા હંગામા પર નારાજગી વ્યકત કરી છે.

થરુરે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, આપણે હંગામો કરવાની જગ્યાએ સંસદમાં ચર્ચા કરવાની જરુર છે.સંસદની કાર્યવાહી નહીં ચાલવા નહીં દેવાના વલણના કારણે વિપક્ષી પાર્ટીઓ હાંસિયામાં ધકેલાઈ રહી છે.જોકે કેટલીક વખત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરકાર મંજૂરી નહીં આપતી હોવાથી સાંસદો નિરાશ થતા હોય છે.

થરુરને રાહુલ ગાંધી અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે, બહુ સ્પષ્ટ કહું તો જે લોકો પરિવારના કારણે છે તેઓ ચૂંટાઈ પણ શકે છે.કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં દાયકાઓથી ગાંધી અને નહેરુ પરિવાર પ્રત્યે વફાદારીની ભાવના છે અને જો રાહુલ ગાંધી પાર્ટીની ચૂંટણી લડે તો તે ચૂંટાઈ આવશે તેમાં શંકા નથી.

(3:36 pm IST)