Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

હાઇવે પરથી સ્ત્રીઓના અપહરણ-ગેંગરેપ આચરતી ટોળકી ઝડપાઇ

જયપુર, તા., ર૪: હાઇવે પરથી સ્ત્રીઓનું અપહરણ કરી તેમના પર ગેંગરેપ આચરતી ટોળકીના પાંચ સાગ્રીતોને પ્રતાપગઢ જીલ્લામાંથી ઝડપી લેવાયા છે. ટોળકીના સભ્યો પાસેથી કબ્જે લેવાયેલા મોબાઇલમાંથી   ગેંગરેપના વિડીયો શુટીંગ પણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. ર૦ વર્ષ અને તેનાથી નાની ઉંમરના મોટા ભાગના બદમાશો દર ૧૦-૧પ દિવસે અંધકારમાં ગુન્હાઓની ભરમાર આચરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ખંઢેર જેવા મકાનમાં બાતમીના આધારે રેડ કરતા તમામ ૮ સભ્યો મળી આવ્યા હતા. આ ટોળકી એ વખતે પેટ્રોલ પંપ લુંટનો પ્લાન ઘડી રહી હતી તેમ પ્રતાપગઢના  એસપી અમૃતા દુહાએ જણાવ્યું હતું. લુંટ અને અપહરણના ઘણા ગુન્હાઓમાં સંડોવાયેલી આ ટોળકીના ૩ સભ્યો નાસી છુટયા છે. આ ટોળીમાં સગીર કિશોરોનો પણ સમાવેશ છે. ૪ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

(1:33 pm IST)