Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

લ્યો બોલો! હવે માર્કેટમાં આવી ગયા કોરોના વડા, ટ્વિટર પર વીડિયો થયો વાયરલ

લુક અનોખો છે અને લોકો તેને જોઈને દંગ રહી જાય છે

કોલકત્તા, તા.૨૪: જયારથી કોરોના વાયરસ મહામારી આપણા જીવનમાં પ્રવેશી છે, વિશ્વમાં દરેક વ્યકિત તેનાથી પીડાય રહ્યો છે. એ અલગ વાત છે કે કેટલાક સર્જનાત્મક લોકોમાં વાયરસના દેખાવમાં પણ સર્જનાત્મકતા જોવા મળી છે. વર્ષ ૨૦૨૦માં જયાં કોલકાતામાં એક દુકાનદારે કોરોના સંદેશ સ્વીટ નામની મીઠાઈ બનાવી હતી, ત્યાં હવે એક મહિલાએ કોરોના વડા બનાવ્યા છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.

આ વડા ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યા છે. દેખાવમાં, આ વડા પ્રોટીન સ્પાઇકસ સાથેના કોરોના વાયરસ જેવા દેખાઈ રહ્યા છે, જે મહિલાએ ચોખા અને બટાકામાંથી તૈયાર કર્યો છે. વીડિયો જોઈને તમને આશ્યર્ય થશે કારણ કે, તેનું અંતિમ સ્વરૂપ બિલકુલ કોરોના વાયરસ જેવું છે. આ મહિલા કેવી રીતે કોરોના વડા બનાવી રહી છે તે જોવા માટે તમે પણ આ વિડિયો જોવો.

પ્જ્ઞ્ૃષ્ટજ્ઞ્ નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક મહિલા કોરોના આકારના વડા બનાવતી જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં તે ચોખાનો લોટ ભેળવીને બટાકામાં ડુંગળી-ટામેટાં નાખીને સ્ટફિંગ તૈયાર કરે છે. આ પછી, આ સ્ટફિંગને કણકની અંદર ભરીને, સ્ત્રી તેને કાચા ચોખાથી કોટ કરે છે અને તેને વરાળમાં સારી રીતે રાંધે છે. જયારે વડા આખરે બહાર આવે છે, ત્યારે તેના પરના ચોખા કોરોના વાયરસ જેવા દેખાય છે.

આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા યુઝરે કેપ્શન લખ્યું છે- કોરોના વાડા, ભારતની મહિલા બધા પર ભારે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને લોકો આ વાનગીને જોઈને આશ્યર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર લોકોએ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આપી છે. જયારે તે સ્વાદિષ્ટ લાગે છે, લોકો તેને કોરોના જેવા દેખાવને કારણે વિચિત્ર કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે - જયારે કોરોના થાય છે ત્યારે કોરોના વડા બનાવો, તો બીજો યુઝર્સ કહે છે - આ રીતે કોરોનાને હરાવી શકાય છે.

(2:38 pm IST)