Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

દિવસે બળદ ગાડાની રેસઃ રાત્રે ન્યુડ ડાન્સ !!!

યુવક-યુવતિઓ નિર્વસ્ત્ર થઇ નાચતા હોય તેવા વિડીઓ વાયરલઃ ૧૦૦ રૂ. ટિકીટ!!

મુંબઇ તા. ર૪: ગત અનેક દિવસથી બળદ ગાડાની દોડની શરત (બૂલોક કાર્ટ રેસ) બંધ હતી. જેના પરનો પ્રતિબંધ હવે કોર્ટે હટાવી લીધો છે. પરંતુ નાગપુર જિલ્લામાં દિવસે બળદ ગાડાની રેસ અને રાત્રે ખુલ્લે આમ મહિલાઓના નગ્ન નૃત્ય થતાં હોવાની ખળભળાટજનક માહિતી સામે આવી છે.

પ્રસિધ્ધ થયેલ માહિતીનુસાર, નાગપુર, જિલ્લાના કુહી, ઉમરેડ પંથકમાં કેટલાક સ્થળે ''ડાન્સ હંગામા'' ચાલુ છે. અહીં દિવસે બળદ ગાડાઓની શરતો મંડાય છે, ત્યારે લાખો લોકો એ શરતો જોવા હાજર થાય છે. પરંતુ રાત પડતાં જ નિર્વસ્ત્ર મહિલાઓના શામિયાણાં અહીં જામે છે.

આ ડાન્સના કાર્યક્રમમાં ડાન્સ હંગામાના નામે યુવક-યુવતીઓ નિઃવસ્ત્ર થઇ નૃત્ય કરતાં દેખાયા છે. જેનો વિડીયો પણ બહાર પડયો છે. આ પ્રકારના ડાન્સ જોવા માટે અહીં લોકોની ભીડ જામતી હોય છે. ખાસ તો આ ભૂંડા ડાન્સ માટે ૧૦૦ રૂપિયાની ટિકીટ પણ રાખવામાં આવી છે.

દરમ્યાન આ બિભત્સ પ્રકાર રોકવા માટે સ્થાનિકોએ માગણી કરી છે. પ્રશાસન ખાતરી લે, તેવી માગ સ્થાનિકો કરી રહ્યાં છે.

(3:25 pm IST)