Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા : જાન અધવચ્ચે અટવાઈ : દુલ્હો લગ્ન કરીને દુલ્હનને જેસીબી પર બેસાડીને પાછો ફર્યો

લગનનુ મુર્હત સાચવી શકાયુ નહોતુ :રસ્તામાં ઘણી જગ્યાએ જાન અટવાઈ:જે મુસાફરી બે કલાકમાં પુરી થવાની હતી તેને 12 કલાક લાગી ગયા

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા વચ્ચે પણ એક એવા લગ્ન યોજાયા હતા. જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. રાજ્યના ગિરિપાર નામના વિસ્તારના એક ગામમાં રવિવારે સવારે જાન અન્ય ગામ માટે રવાના થઈ હતી. જોકે ભારે બરફ પડી રહ્યો હોવાથી જાન અધવચ્ચે અટવાઈ હતી કારણકે આગળ રસ્તો બંધ હતો.

એ પછી વરરાજાના પિતાએ આગળ જવા માટે જેસીબી મશિનની વ્યવસ્થા કરી હતી.જેમાં સવાર થઈને વરરાજા વિજય પ્રકાશ પોતાના નજીકના પરિવારજનો સાથે 30 કિમી દુર ગામમાં પહોંચ્યો હતો અને લગ્ન પતાવીને દુલ્હનને જેસીબી પર બેસાડીને પાછો ફર્યો હતો.રસ્તો બંધ હોવાથી વરરાજાને વધારે 100 કિમી ફરીને લગ્નના સ્થળે પહોંચવુ પડ્યુ હતુ.બાકી આ અંતર ખાલી 40 કિલોમીટરનુ હતુ.

જોકે લગનનુ મુર્હત સાચવી શકાયુ નહોતુ.કારણકે રસ્તામાં ઘણી જગ્યાએ જાન અટવાઈ હતી.જે મુસાફરી બે કલાકમાં પુરી થવાની હતી તેને 12 કલાક લાગી ગયા હતા.

(6:51 pm IST)