Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

બીડ જિલ્લામાં ૨૬ માર્ચથી ૪ એપ્રિલ સુધી લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવતા વધુ એક નિર્ણય

નવી દિલ્હી તા. ૨૪ : કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે, અને હવે મહારાષ્ટ્રમાં તેનું સૌથી વધુ અસર દેખાઈ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજયના બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જિલ્લામાં કોરોના વાયરસના વધતા મામલાઓને કારણે પ્રશાસને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.બીડ જિલ્લામાં ૨૬ માર્ચથી લઈને ૪ એપ્રિલ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન લાગું રહેશે. આ દરમ્યાન તમામ પ્રકારના બાઝાર, સ્કૂલ અને અન્ય સંસ્થાન પણ સંપૂર્ણ રીતે બધ રહેશે.અને લોકોને બહાર નિકળવા પર રોક લાગશે.આ દરમ્યાન તમામ પ્રકારના બાઝાર, સ્કૂલ અને અન્ય સંસ્થાન પણ સંપૂર્ણ રીતે બધ રહેશે.અને લોકોને બહાર નિકળવા પર રોક લાગશે. જોકે અત્યંત જરૂરી (સ્વાસ્થ્ય કર્મી, કોરોના વોરિયર્સ)ને કાર્ય પર જવા માટે છૂટ-છાટ આપી છે, બીડ જિલ્લા પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય નાસિક-ઠાણે-પુણે જેવા વિસ્તારોમાં પહેલેથીજ નાઈટ કર્ફયુ અથવા અન્ય સખ્ત પગલાં ઉઠાવવામાં આવ્યા છે.મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પહેલેથીજ કોરોનાના મામલાને કારણએ લોકડાઉન અને નાઈટ કફર્યુની જાહેરાત કરવામાં આવી છે, હવે આ શહેરોની યાદીમાં બીડનું પણ નામ જોડાઈ ગયું છે. બીડમાં છેલ્લા ઘણા દિવસથી અચાનક કોરોનાના કેસોમાં વધારો થયો છે. અને જિલ્લામાં એકિટવ કેસોની સંખ્યા ત્રણ હજારને પાર થતાં આ સખ્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

(4:12 pm IST)