Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

IPL 2024:માર્કસ સ્ટોઈનિસની સદીની મદદથી લખનૌએ ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું :ગાયકવાડની સેન્ચુરી એળે ગઈ

લખનૌ સુપર જાયન્ટ્સ માટે માર્કસ સ્ટોઇનિસે સ્ટોઇનિસે 63 બોલમાં 124 રનની અણનમ ઇનિંગ રમી

મુંબઈ : આજે IPL મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ રમાઈ હતી,ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી,ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચાર વિકેટે 210 રન બનાવ્યા હતા. CSK માટે કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 60 બોલમાં અણનમ 108 રન બનાવ્યા જ્યારે શિવમ દુબેએ 27 બોલમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી

 નોંધનીય છે કે લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનૌએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે આજે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. અનેક મેચોથી ફ્લોપ રહેલા રચિન રવિન્દ્રને પડતો મૂકવામાં આવ્યો હતો અને ડેરેલ મિશેલને તક આપવામાં આવી હતી.

  માર્કસ સ્ટોઇનિસે એકલા હાથે શાનદાર સદી ફટકારીને લખનૌ સુપર જાયન્ટ્સ માટે મેચ જીતી લીધી હતી. સ્ટોઇનિસે અણનમ 124 રન બનાવ્યા હતા.

લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. લખનૌ સુપર જાયન્ટ્સ માટે માર્કસ સ્ટોઇનિસે શાનદાર અણનમ સદી રમી હતી. સ્ટોઇનિસે 63 બોલમાં 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. 

  લખનૌ સુપર જાયન્ટ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂર છે. મુસ્તાફિઝુર રહેમાન બોલિંગ કરી રહ્યો છે લખનઉ સુપર જાયન્ટ્સના બેટ્સમેન માર્કસ સ્ટોઈનિસે ચેન્નાઈ સામે શાનદાર સદી ફટકારી છે. આ સદીની મદદથી લખનૌની આશા પણ મેચમાં ટકી રહી છે.

   
(12:07 am IST)