Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

વિજયભાઈ રૂપાણીની ઉપસ્‍થિતિમાં પંજાબના હોશિયારપુરમાં પાર્ટીના નેતાઓ અને વિભાગીય પ્રમુખો સાથે પાર્ટીને મજબૂત કરવા-ચૂંટણીની રણનીતિ અંગેની ચર્ચા માટે બેઠક

રાજકોટઃ પૂર્વ મુખ્‍યમંત્રી અને પંજાબ - ચંદીગઢનાં ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીની ઉપસ્‍થિતિમાં આજે પંજાબના હોશિયારપુરમાં પાર્ટીના નેતાઓ અને વિભાગીય પ્રમુખો સાથે પાર્ટીને મજબૂત કરવા અને આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં પંજાબ ભાજપ અધ્‍યક્ષ સુનીલ જાખડ, લોકસભા સીટના ઉમેદવાર અનીતા સોમ પ્રકાશ, કેન્‍દ્રીય મંત્રી સોમ પ્રકાશ, સંગઠન મંત્રી નિવાસલુ, પૂર્વ મંત્રી શામ સુંદર અરોરા, પૂર્વ અધ્‍યક્ષ અવિનાશ રોય સાથે શ્રી ખન્ના અને જનરલ સેક્રેટરી રાકેશ રાઠોડ પણ હાજર રહ્યા હતા

 

 

 

(3:05 pm IST)