Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કેજરીવાલ એક્સાઇઝ કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને કાવતરાખોર

EDએ કેજરીવાલની ધરપકડ અને કસ્ટડી અંગે એફિડેવિટ દાખલ કરી

નવી દિલ્હી :ચૂંટણી પંચે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કસ્ટડી અંગે એફિડેવિટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. એફિડેવિટમાં EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલ એક્સાઇઝ કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને કાવતરાખોર છે. EDએ કહ્યું કે તેની પાસે ઉપલબ્ધ સામગ્રીના આધારે હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે કેજરીવાલ મની લોન્ડરિંગના ગુનામાં આરોપી છે.

(8:00 pm IST)