Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

નીતિન ગડકરીની તબિયત લથડી: ભાષણ આપતી વેળાએ બેહોશ થયા :આકરી ગરમીના કારણે ચક્કર આવવા લાગ્યા

યવતમાલ પુસદમાં NDA ઉમેદવાર રાજશ્રી પાટીલના પ્રચાર માટે આવેલા ગડકરીને અચાનક ચક્કર આવવા લાગતા અંગરક્ષકોએ પકડી લીધા :પાણી આપવા પ્રયાસ કર્યો અને ખુરશી પર બેસાડ્યા

યવતમાલ પુસદ બેઠક દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત લથડી હતી. તીવ્ર ગરમીના કારણે તેને ચક્કર આવવા લાગ્યા. જોકે, થોડા સમય બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમણે ફરીથી ભાષણ આપ્યું હતું.

  બાદમાં તેણે ફેસબુક પર પોસ્ટ કરીને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે મહારાષ્ટ્રના પુસદમાં રેલી દરમિયાન ગરમીને કારણે તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને આગામી સભામાં ભાગ લેવા વરુડ જવા રવાના થઈ રહ્યા છે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર.
  અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ઠાકરે જૂથના ધારાસભ્ય કૈલાશ પાટીલને પણ ગરમીના કારણે ભાષણ આપતી વખતે ચક્કર આવ્યા હતા.
   બુધવારે યવતમાલ પુસદમાં NDA ઉમેદવાર રાજશ્રી પાટીલના પ્રચાર પ્રસંગે નીતિન ગડકરીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ધારિત કાર્યક્રમ મુજબ નીતિન ગડકરી ભાષણ માટે આવ્યા હતા. જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને અચાનક ચક્કર આવ્યા હતા. નીતિન ગડકરીના અંગરક્ષકોએ તેને પકડી લીધા હતા

 

અન્ય લોકોએ તરત જ તેને પાણી આપવાનો પ્રયાસ કર્યો. આ પછી નીતિન ગડકરીને ખુરશી પર બેસાડવામાં આવ્યા. તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી તેને સ્થળના ગ્રીન રૂમમાં બેસાડવામાં આવ્ય હતા

 

(8:14 pm IST)