Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

દિલધડક મેચમાં દિલ્હી કેપિટલ્સે 4 રનથી ગુજરાત ટાઇટન્સને હરાવ્યું :છેલ્લી ઓવર સુધી ભારે રસાકસી

ઋષભ પંતે 43 બોલમાં 88 રનની ઇનિંગ રમી: મોહિત શર્માએ 4 ઓવરમાં 73 રન આપ્યા : ગુજરાત ટાઇટન્સ તરફથી સંદીપ વારિયરે ત્રણ વિકેટ ઝડપી:

 

મુંબઈ : અક્ષર પટેલ અને રિષભ પંતની અડધી સદીના કારણે દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા છે. દિલ્હી તરફથી કેપ્ટન રિષભ પંતે સૌથી વધુ 88 રન બનાવ્યા હતા.

   પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર પૃથ્વી શૉ 7 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો, ફ્રેઝર 14 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. આ બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી થઈ હતી. શાઈ હોપ માત્ર 5 રન બનાવી શક્યો હતો. આ પછી અક્ષર પટેલ અને ઋષભ પંત વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 68 બોલમાં 113 રનની ભાગીદારી થઈ હતી. અક્ષર પટેલ 43 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન ઋષભ પંતે 43 બોલમાં 88 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે 5 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી સંદીપ વારિયરે ત્રણ વિકેટ ઝડપી હતી. મોહિત શર્માએ 4 ઓવરમાં 73 રન આપ્યા હતા.
   ગુજરાત ટાઇટન્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. રાશિદ ખાને પ્રથમ બે બોલ પર ચોગ્ગા ફટકારીને ટીમની જીતની આશા જગાવી હતી. મુકેશ કુમાર ત્રીજા અને ચોથા બોલ પર કોઈ રન આપી શક્યો નહોતો. રાશિદે પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલ પર જીત માટે પાંચ રનની જરૂર હતી પરંતુ ગુજરાતની ટીમ માત્ર એક રન બનાવી શકી હતી.
દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 4 રને હરાવ્યું છે. ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી અને ટીમ 14 રન બનાવીયુ શકી
ગુજરાત ટાઇટન્સે 19 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા છે. સાઈએ 19મી ઓવરમાં બે સિક્સર ફટકારી હતી પરંતુ છેલ્લા બોલ પર તે પેવેલિયન પરત ફર્યો હતો. ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર  હતી

ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડ્યો છે. ડેવિડ મિલર 23 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. તે ગુજરાત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. મુકેશ કુમારે તેને આઉટ કર્યો

 

(11:45 pm IST)