Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કોંગીમાં ફેરબદલની માગ સાથે ૨૩ નેતાઓનો સોનિયાને પત્ર

સોનિયા ગાંધી કોંગ્રેસનું પ્રમુખપદ છોડશે : સોમવારે સીડબલ્યુસીની મિટિંગ પૂર્વે ધડાકો : સંગઠનમાં સુધારાની માગણી : શીર્ષ નેતૃત્વ માટે પાર્ટીમાં બે તડાં છે

નવી દિલ્હી, તા. ૨૩ : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીનું પ્રમુખપદ છોડવાની જાહેરાત કરી છે. સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મળી રહેલી મિટિંગ પહેલાં આ વાત જાહેર થઈ છે. સોનિયા ગાંધીએ પોતાનો કાર્યકાળ પૂરો થયો છે તેમ કહીને આ પદ છોડવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. એ વખતે પણ કોંગ્રેસનું સુકાન કોણ સંભાળે તે અંગે અવઢવ ચાલી હતી અને અંતે સોનિયા ગાંધીએ આ તાજ માથા પર મૂક્યો હતો. લાંબા સમયથી કોંગ્રેસમાં પૂર્ણકાલીન અધ્યક્ષપદની માગણી ચાલી રહી છે.

                કોંગ્રેસમાં શીર્ષ નેતૃત્વ માટે પાર્ટીમાં બે તડાં છે. એક જૂથ પાર્ટીમાં ગાધી પરિવારના નેતૃત્વ માટે જોર કરી રહ્યું છે તો બીજું અન્ય લોકોને મોકો આપવા માટે કહી રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘ અને મહારાષ્ટ્રના સંજય નિરુપમે ગાંધી ફેમિલી જ નેતાગીરી કરે તેવો આગ્રહ રાખ્યો છે. આ પહેલાં કોંગ્રેસમાં કેટલાક નેતાઓ દ્વારા મોટા ફેરબદલની માગણી કરવામાં આવી છે. કોંગ્રેસમાં બદલાવની માગ કરતાં સીડબ્લ્યુસી સભ્યો, પાર્ટી સાંસદ અને પૂર્વ મંત્રીઓ સહિત પાર્ટીના ઉચ્ચ ૨૩ નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.

સૂત્રોના કહેવા અનુસાર કે કોંગ્રેસ કાર્ય સમિતિની સોમવારે બેઠક થવાની સંભાવના છે. આ બેઠકમાં સંગઠનાત્મક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. એવું મનાય રહ્યું છે કે મીટિંગના કેન્દ્રમાં આ પણ રહેશે. આ પત્ર બે સપ્તાહ પહેલાં જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગુલાબ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, જિતિન પ્રસાદ, મિલિંદ દેવડા, મનીષ તિવારી, રાજ બબ્બર, અરવિંદર સિંહ લવલી, સંદીપ દીક્ષિત સહિત કોંગ્રેસના અન્ય યુવા બ્રિગેડે હસ્તાક્ષર કર્યા છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય એકમોને સશક્ત કરવામાં આવ્યુ જોઈએ અને પાવર સેન્ટર પર ટ્રિક ડાઉન ઈફેક્ટ થવુ જોઈએ. પાર્ટીને દિલ્હીમાં કેન્દ્રીકૃત કરવામાં આવવી  જોઈએ નહીં. પત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પાર્ટીને સંચાલિત કરવા માટે પ્રભાવી કેન્દ્રીય નેતૃત્વની સાથે-સાથે એક ક્લિયર કટ મેકેનિઝ્મ હોવુ જોઈએ. આને સક્રિય હોવુ જોઈએ અને આની અસર જમીન પર દેખાવો જોઈએ. પત્રમાં સીડબ્લ્યુસીમાં ફરી ચૂંટણી કરાવવા અને નવી રીતે નક્કી કરવાની માગ કરવામાં આવી છે. આ માટે એક પ્રભાવી સામૂહિક પ્રણાલી સ્થાપિત કરવાની માગ કરી છે.

સૂત્રો અનુસાર પત્રમાં જોર આપ્યુ છે કે કોંગ્રેસનું પુનરૂત્થાન એક રાષ્ટ્રીય અનિવાર્યતા છે. જે લોકતંત્રના સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને એ જણાવ્યુ છે કે પાર્ટીમાં તે સમયે પડતી જોવા મળી રહી છે જ્યારે પાર્ટીને આઝાદી બાદ રાજકીય, સામાજિક અને આર્થિક મોર્ચા પર કડક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો અનુસાર પણ જણાવ્યુ કે ભાજપનો કેવી રીતે ઉત્થાન થયો અને યુવા કેસો તેનુ સમર્થન કરી રહ્યા છે, આ પણ ચર્ચાનો વિષય છે. પત્રમાં બ્લૉક સ્તરથી લઈને સીડબ્લ્યુસી સુધી તમામ સ્તર પર સંગઠનાત્મક બદલાવોની માગ કરવામાં આવી છે.

પત્રમાં સીડબ્લ્યુસીની કડક ટિપ્પણી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે આ કેવા પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી રહ્યા છે. બેઠકો દુર્લભ થઈ ગઈ છે અને રાજકીય ઘટનાક્રમ પર પ્રતિક્રિયા ઘણી મોડી આવે છે. પત્રમાં એ કહેવામાં આવ્યું છે કે સીડબ્લ્યુસી મુસીબતના સમયે પાર્ટીનું માર્ગદર્શન કરવામાં અસમર્થ રહી છે.

(12:00 am IST)