Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

લોકડાઉન દરમિયાન શું કર્યું ? ૯૪ ટકા લોકોએ શું જવાબ આપ્યો ?

લોકડાઉનને અનેક લોકોએ પોતાનો કવોલિટી ટાઇમ બનાવ્યો

નવી દિલ્હી તા. ૨૪ : કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને અનેક લોકોએ પોતાનો કવોલિટી ટાઈમ બનાવ્યો છે. અનેક એવા લોકોએ ઈન્ટરનેટ પર પરથી પોતાની એક નવી સ્કિલ ડેવલપ કરવા માટે મહેનત કરી હતી. ખાસ કરીને ઈજનેરી શાખામાંથી ડીગ્રી મેળવેલા વિદ્યાર્થીઓએ આ સમયનો પૂરતો ઉપયોગ કર્યો છે. બ્રીજલેબ્સ સંસ્થાના એક સર્વે અનુસાર મોટા ભાગના ઈજનેરી શાખાના યુવકો, સ્નાતકોએ કોરોના વાયરસની મહામારીને લીધે લાગુ કરેલા લોકડાઉનમાં અનેક ઓનલાઈન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લીધો છે.

લોકડાઉનને કારણે આમ તો તમામ સ્કૂલ્સ કોલેજ બંધ રહી હતી. પણ ડિજિટલ શિક્ષણના દ્વારા ખુલ્લા હતા. એક સર્વેમાંથી જાણવા મળ્યું હતું કે, ઈજનેરી વિદ્યાશાખાના સ્નાતક યુવાવર્ગે પોતાના ઘરે રહીને આ સમયનો ઉપયોગ પોતાની એક બીજી સ્કિલ ડેવલપ કરવા માટે કર્યો હતો. જેથી સ્થિતિ સામાન્ય થતા એમનો રેઝયુમ બીજા કરતા થોડો વધારે પ્રભાવશાળી બની રહે.

આ સર્વે દેશભરમાં તા.૧૦થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ૧૧૦૦થી વધારે ઈજનેરી વિદ્યાશાખાના સ્નાતકો સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર કરેલા ઈન્ટરવ્યૂ પર આધારિત છે. આ સર્વેમાં ૪૨ ટકા લોકોએ કહ્યું હતું કે, કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે ઓનલાઈન લાઈવ સેશન ખૂબ ઉપયોગી છે. જયારે ૨૧ ટકા લોકોએ ઓફલાઈન કલાસને શ્રેષ્ઠ ગણાવ્યા. ૭૨ ટકા લોકોએ વર્ક ફ્રોમ હોમ એટલે કે, ઘર પર રહીને કામ કરવાની ઈચ્છા વ્યકત કરી.

જયારે ૨૮ ટકા લોકો ફરી ઓફિસમાં જઈને કામ કરવા માગે છે. નોકરી અંગે ૯૦ ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ રેગ્યુલર અથવા ફૂલટાઈમ નોકરીને પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન થયેલા અન્ય એક સર્વેમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે, કેટલાય લોકો હવે પોતાની ફીટનેસ તરફ વળ્યા છે. ઘરમાં રહીને યોગા અને દેશી કસરત કરીને આરોગ્ય સુધાર્યું હતું. તો કેટલાક લોકોએ પોતાનું વજન પણ ઘટાડ્યું છે. અનેક એવા લોકોએ ઘરે કુકિંગથી લઈને જીમિંગ સુધીના તમામ વર્કઆઉટ ઘરે કરીને એક નવી ક્રિએટિવિટી શીખી છે. આ ઉપરાંત વ્યાપાર સેકટરમાંથી કેટલાય લોકોએ નાના પાયા પર કેવી રીતે વ્યાપાર કરી શકાય એ અંગેની ટિપ્સ મેળવી છે. જેમાં ખાસ કરીને નાની શોપ કે એન્જસી ધરાવતા અને સર્વિસ બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ બિઝનેસ અંગેની ટિપ્સ મેળવી હતી.

(9:28 am IST)