Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જોડીયા જળબંબાકાર-૧૫ ઇંચ :સમગ્ર કચ્છને પણ ધરવી દેતા મેઘરાજા : અંજાર-૯ાા, ભચાઉ-૭II ઇંચ

એકધારો વરસી રહેલો વરસાદ : નદી - નાળા પણ ભરપૂર : રાજકોટમાં આખી રાત વરસ્યો : રાજકોટ - ધ્રોલ - ૫II, લોધિકા - ૬II, વિસાવદર - ૬ સહિત અન્યત્ર પણ ૨ થી ૪ ઇંચ પાણી પડી ગયું

 જોડિયામાં ઘરોમાં પાણી ઘુસ્યા : જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી....  : જોડિયા : જોડિયામાં એક સાથે ૧૪ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે ચડતું હતું. તસ્વીરમાં સર્વત્ર પાણી - પાણી થઇ ગયેલ નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : રમેશ ટાંક, જોડિયા)

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં શનિવારથી શરૂ થયેલ મેઘમહેર આજે સતત ત્રીજા દિવસે યથાવત છે અને સર્વત્ર મેઘરાજા મહેરબાન થયા છે. જામનગર જિલ્લાના જોડિયામાં સૌથી વધુ ૧૫ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.

આ ઉપરાંત કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને અડઘાથી સાડા નવ ઇંચ વરસાદ પડયો છે. અંજારમાં સાડા નવા અને ભચાઉમાં સાડા સાત ઇંચ વરસાદ પડયો છે.

એકધારો વરસાદ વરસતા નદી - નાળા - ડેમ, ચેકડેમ ભરપુર ભરાયા છે. રાજકોટમાં પણ આખી રાત વરસાદ વરસતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયું છે.

જોડિયા

(મુકુંદ બદિયાણી - રમેશ ટાંક દ્વારા) જામનગર - જોડિયા : જામનગર જિલ્લાના જોડિયામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ ૧૫ ઇંચ વરસાદ પડયો છે.

જોડિયામાં ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. જેના કારણે ઘરવખરીની ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે જોડિયા તરફના અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે.

નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ - રાપર - તાલાલા ગીરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડયો હતો. વિસાવદરમાં ૬ ઇંચ વરસાદ પડયો હતો.

જ્યારે જામનગર, મુંદ્રા, ભુજ, ગોંડલ, ધોરાજી, ઉના, માંગરોળ, ખંભાળીયા, પોરબંદરમાં ચાર ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત પડધરીત, જેતપુર, કોટડાસાંગાણીમાં સાડા ત્રણ ઇંચ, વેરાવળ અબડાસા, ભેંસાણ, સુત્રાપાડામાં અઢી ઇંચ, મેંદરડા, જાફરાબાદમાં ૩ ઇંચ, લાલપુર, બાબરા, વંથલીમાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

 

 

જામનગર

૯૪

મી.મી.

કાલાવડ

૫૬

,,

ધ્રોલ

૧૩૮

,,

જોડિયા

૩૭૫

,,

લાલપુર

૪૫

,,

જામજોધપુર

૩૭

,,

કચ્છ

 

 

અંજાર

૨૩૨

,,

અબડાસા

૬૮

,,

ગાંધીધામ

૧૪૦

,,

નખત્રાણા

૫૯

,,

ભચાઉ

૧૮૪

,,

ભુજ

૯૨

,,

મુંદ્રા

૧૦૯

,,

રાપર

૧૩૭

,,

લખપત

૧૬

,,

રાજકોટ

 

 

ઉપલેટા

૧૧૨

મી.મી.

કોટડાસાંગાણી

૮૦

,,

ગોંડલ

૧૦૯

,,

જેતપુર

૮૩

,,

જસદણ

૫૩

,,

જામકંડોરણા

૮૬

,,

ધોરાજી

૯૫

,,

પડધરી

૮૨

,,

રાજકોટ

૧૩૮

,,

લોધીકા

૧૫૯

,,

વિંછીયા

૪૧

,,

ગીર સોમનાથ

 

 

ઉના

૧૦૮

મી.મી.

ગીરગઢડા

૧૫૯

,,

તાલાલા

૧૩૧

,,

કોડીનાર

૧૧૪

,,

વેરાવળ

૬૮

,,

સુત્રાપાડા

૬૩

,,

જુનાગઢ

 

 

કેશોદ

૪૬

મી.મી.

જુનાગઢ

૮૫

,,

ભેંસાણ

૬૪

,,

મેંદરડા

૭૭

,,

માંગરોળ

૯૫

,,

માણાવદર

૧૧૧

,,

માળીયાહાટીના

૧૨૦

,,

વંથલી

૫૮

,,

વિસાવદર

૧૪૯

,,

અમરેલી

 

 

અમરેલી

૩૦

મી.મી.

ખાંભા

૩૯

,,

જાફરાબાદ

૬૩

,,

ધારી

૪૦

,,

બગસરા

૩૭

,,

બાબરા

૫૧

,,

રાજુલા

૭૩

,,

લાઠી

૨૭

,,

લીલીયા

૨૮

,,

વડિયા

૧૧૦

,,

સાવરકુંડલા

૩૪

,,

દેવભૂમિ દ્વારકા

 

 

કલ્યાણપુર

૩૪

મી.મી.

ખંભાળીયા

૧૦૨

,,

દ્વારકા

૧૦

,,

ભાણવડ

૨૩

,,

પોરબંદર

 

 

પોરબંદર

૯૧

મી.મી.

રાણાવાવ

૬૫

,,

કુતિયાણા

૭૩

,,

ભાવનગર

 

 

જેશર

૧૬

મી.મી.

તળાજા

,,

મહુવા

૪૦

,,

ઉમરાળા

૧૩

,,

ગારીયાધાર

,,

ઘોઘા

,,

પાલીતાણા

૧૪

,,

ભાવનગર

૧૪

,,

વલ્લભીપુર

૧૪

,,

શિહોર

,,

બોટાદ

 

 

ગઢડા સ્વામીના

૧૩

મી.મી.

બરવાળા

૧૬

,,

બોટાદ

૨૪

,,

રાણપુર

૨૧

,,

(3:27 pm IST)