Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સરકારી જોબપોર્ટલમાં અધધ...૬૯ લાખ અરજી! માત્ર ૭૭૦૦ નોકરી મળી

એક મહીના પહેલા થયેલા લોન્ચિંગમાં નોકરીના નામે મીંડું : ૩.૭ લાખ માંથી ફકત ૨ ટકાનેજ રોજગારી મળી

નવી દિલ્હી,તા.૨૪ : વડાપ્રધાન મોદીએ ૧૧ જુલાઇએ એક સરકારી જોબ પોર્ટલ લોન્ચ કરી હતી. જેના પર અંદાજે ચાલીસ દિવસની અંતર ૬૯ લાખ થી વધુ વ્યકિતગત રજીસ્ટ્રેશન થઇ ચુકયા છે. જો કે રજીસ્ટ્રેશન કરતા લોકોમાંથી ખુબજ ઓછા પ્રમાણમાં લોકોને નોકરી મળી શકે છે. જાણવા મળી રહ્યું છે કે ૧૪ ઓગષ્ટ થી ૨૧ ઓગષ્ટ વચ્ચે એક સપ્તાહમાં ૭ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. આ સપ્તાહ દરમ્યાન નોકરી મેળવનારા લોકોની સંખ્યા અંદાજે ૬૯૧ રહી છે.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા એકત્રિત કરેલા આંકડાના જણાવ્યા મુજબ તેના ASEEM પોર્ટલ પર નોકરીઓની શોધ કરી રહેલા ૩.૭ લાખ ઉમેદવારો માંથી ફકત ૨ ટકાને જ રોજગાર મળી શકયો છે. આ ઉપરાંત રજીસ્ટર્ડ થનારા ૬૯ લાખ પ્રવાસી શ્રમિકો માંથી ૧.૪૯ ને રોજગાર અરજી કરી હતી જોકે ફકત ૭૭૦૦ લોકોને જ નોકરી મળી છે.

મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ પોર્ટલ સમયાંતરે વિવિધ ક્ષેત્રમાં પ્રશિક્ષિત લોકોની સહાયતા કરવા માટે હતું. લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે ફકત પ્રવાસી મજુરી નથી. તેઓએ તેમાં દરજી ઇલેકટ્રીશિયન, ફીલ્ડ ટેકનિશિયન, સીલાઇ મશીન ઓપરેટર, અને મીસ્ત્રી ક્ષેત્રમાં ટોપ પર છે આ ઉપરાંત કુરિયર ડિલવરી, નર્સ, મેનુઅલ કલીનર અને વેચાણ સહયોગીઓ માટે પણ માંગ વધુ છેે. કર્ણાટક, દિલ્હી, હરિયાણા, તેલંગણા અને તમિલનાડુ સહિત અનેક રાજ્યોના આંકડાથી માલુમ પડે છે કે શ્રમિકોની અછત વર્તાય છે. અને કોરોના અને લોકડાઉન દરમ્યાન આ રાજ્યોમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજુરોનું પલાયન થયું છે.

(3:23 pm IST)