Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કોરોનાનો ગર્ભનાળ ઉપર પણ હુમલો, મુંબઈમાં ગર્ભપાતના નવા કેસથી ડોકટર્સ પણ ચોંકી ગયા

કોવિડ-૧૯નું સંક્રમણ ગર્ભનાળ કે પ્લેસેન્ટાથી થઈને ભ્રૂણ સુધી પહોંચી ગયું હતું

મુંબઈ,તા.૨૪ : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે એટલી જ ઝડપથી વાયરસમાં પરિવર્તન પણ જોવા મળી રહ્યા છે. વિશેષજ્ઞો મુજબ કોરોનાના સંક્રમણ ગર્ભવતી મહિલાઓ  માટે કોઈ મોટા ખતર જેવું છે. નોંધનીય છે કે, મુંબઈમાં એક આવો જ મામલો સામે આવ્યો છે જેમાં કોરોના સંક્રમણના કારણે એક મહિલાનું પહેલા જ ટ્રાઇમેસ્ટરમાં ગર્ભપાત થઈ ગયો. તપાસમાં જાણવા મળ્યું કે, કોરોના વાયરસનું સંક્રમણ ગર્ભનાળ અને પ્લેસેન્ટોથી થઈને ભ્રૂણ સુધી પહોંચી ગયું હતું.કાંદીવલીમાં (કર્મચારી રાજય વીમા યોજના) હોસ્પિટલના સહયોગથી નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ રિસર્ચ ઇન રિપ્રોડકિટવ હેલ્થ  દ્વારા ગત સપ્તાહે જાહેર કરવામાં આવેલા એક શોધમાં જાણવા મળ્યું કે, આ ભારતનો પહેલો કેસ છે જેમાં કોરોનાનું સંક્રમણ બે સપ્તાહ બાદ પણ ટિશ્યૂમાં જીવંત રહ્યું, તેને ગળાથી હટાવી દેવામાં આવ્યું હતું. SARS-CoV-2 સંક્રમણના ખતરાનો અંદાજો એ વાતથી લગાડી શકાય છે કે તે શરીરમાં માત્ર જીવતો નથી રહ્યો, પરંતુ તેણે શરીરની અંદર કોરોના વાયરસની સંખ્યા વધારી દીધી અને બાદમાં તેણે મહિલાના ગર્ભને નુકસાન પહોંચાડ્યું.

આ પેપર ૨૨ ઓગસ્ટે MedRxiv પર પોસ્ટ કરવામાં આવ્યું છે, જે ચિકિત્સા અને વૈજ્ઞાનિક શોકને પ્રકાશિત કરનારી એક ઓનલાઇન સાઇટ છે. મળતી માહિતી મુજબ, મહિલા હોસ્પિટલમાં સુરક્ષા ગાર્ડ છે. મહિલા જયારે બે મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જયારે તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું તો તેને પાંચ સપ્તાહ પહેલા તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તો તે પૂરી રીતે ઠીક થઇ ગઈ હતી. ૧૩ સપ્તાહ બાદ તેણે નિયમિત રીતે હાથ ધરવામાં આવતા અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો તેમાં ભ્રૂણ મૃત હોવાનું સામે આવ્યું.

ESIC હોસ્પિટલે તેને કોવિડ-૧૯ સાથે જોડાયેલો મામલો માનતા આશંકાના આધારે NIRRH સાથે સંપર્ક કર્યો. ત્યારબાદ હોસ્પિટલની સમિતિએ મહિલા પર પરીક્ષણની મંજૂરી આપી. NIRRH સાથે જોડાયેલા દીપક મોદીએ જણાવ્યું કે, અમે કોરોના સંક્રમણ વિશે જાણવા માટે મહિલાના નાકના સ્વાબનું ફરીથી પરીક્ષણ કર્યું, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ત્યારબાદ મહિલાના પ્લેસેન્ટા, એમનિયોટિક ફ્લૂઇડ અને ગર્ભ પટલનું પરીક્ષણ કર્યું. અમને એ જાણીને આશ્ચર્ય થયું કે સંક્રમણ થયાના પાંચ સપ્તાહ બાદ, વાયરસ પ્લેસેન્ટામાં પોતાની સંખ્યા વધારી રહ્યો હતો.

(4:14 pm IST)