Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અયોધ્‍યામં પ એકરમાં બની રહેલી મસ્‍જીદનો લોગો જારીઃ હોસ્‍પીટલ-ધર્મશાળા સહીતની સુવિધાઃ મસ્‍જીદ ટ્રસ્‍ટના સચિવ અતહર હુસૈને કરી જાહેરાત

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરુઆત બાદ સુપ્રીમ કોર્ટના ઓદશ મુજબ 5 એકર જમીનમાં મસ્જીદ નિર્માણનું કામ પણ શરુ થવા જઇ રહ્યું છે. બાંધકામ શરુ થતાં પહેલાં અયોધ્યા મસ્જિદ (Ayodhya masjid)ના ટ્રસ્ટ ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (Indo Islamic cultural Foundation) તેનો લોગો જારી કરી દીધો છે.

અયોધ્યામાં ધન્નીપુરમાં મસ્જીદ બનશે. તેની સાથે હોસ્પિટલ, ધર્મશાળા અને અન્ય સુવિધાઓ પણ ઊભી કરાશે. ટ્રસ્ટના અધિકારીઓએ મસ્જીદની જમીનનું નિરીક્ષણ કરી લીધું છે.

લોગોમાં હુમાયુના મકબરાની ઝલક દેખાય છે

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનનારી મસ્જીદનો લોગો કેન્દ્રીય સુન્ની વકફ બોર્ડ દ્વારા રચાયેલા ટ્રસ્ટ ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF) તૈયાર કર્યો છે. તેમાં દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીનની દરગાહ પાસે આવે હુમાયૂંના મકબરા (Humayun tomb)ની ઝલક દેખાય છે. લોગો જારી કરતા ટ્રસ્ટે કહ્યું કે મસ્જીદના નિર્માણ કાર્ય વ્યવસ્થા કે પછી કોઇ અન્ય સત્તાવાર કામ માટે લોગોનો ઉપયોગ કરાશે. ટ્રસ્ટનો સત્તાવાર લોગો છે.

મસ્જીદ ટ્રસ્ટના સચિવ અતહર હુસૈને જણાવ્યું કે બહુકોણીય લોગો ઇસ્લામી પ્રતીક રબ અલ હિઝ્બ છે. તેમણે જણાવ્યું કે,

મસ્જીદ માટે અયોધ્યાના રોનાહી તૈલુકાના ધન્નીપુરમાં આપવામાં આવીછે. તેથી મસ્જીદનું નિર્માણ થશે તો તેનું નામ પણ ધન્નીપુર ગામના નામે રખાશે. પહેલાં અમન મસ્જીદ, સૂફી મસ્જીદના નામો પણ વિચાર થયો હતો. પરંતુ હવે તેનું નામ ધન્નીપુર હશે.

3 મહિનામાં કામ શરુ થશે

મસ્જીદ નિર્માણ અંગે મળેલી માહિતી મુજબ 3 મહિનામાં મસ્જીદના નિર્માણનું કામ શરુ થઇ જશે. તેના માટે બે બેન્ક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા છે. જેમાં મસ્જીદ માટે ચંદા (ફંડ)ની રકમ એકત્રિત કરાશે. તેમાંથઈ એક ખાતુ મસ્જીદ નિર્માણ માટે છે અને બીજુ મસ્જીદની આસપાસ બંધાનારા હોસ્પિટલ, સામમૂહિક કિચન, ધર્મશાળા, શૈક્ષણિક કેન્દ્ર સહિતની સુવિધા ઊભી કરવા માટે છે. અતહર હુસૈને જણાવ્યું કે મસ્જીદની બાઉન્ડ્રીનું કામ શરુ થઇ ગયું છે.

(7:42 pm IST)