Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મહારાષ્ટ્રમાં પાંચ માળનું મકાન તૂટી પડ્યું: 45 થી 47 ફ્લેટમાં આશરે 200 રહીશો ફસાયા છે: પૂણેથી NDRFની 3 ટીમો રવાના

મુંબઇને અડીને આવેલા રાયગઢમાં મોડી સાંજે મહાડ શહેરના કાજલપુરા વિસ્તારમાં 5 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. જેમાં લગભગ 45 થી 47 ફ્લેટમાં આશરે 200 રહીશો ફસાયા છે. પૂણેથી NDRFની 3 ટીમો રવાના થઈ છે.

રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પાંચ માળનું રહેણાક બિલ્ડિંગ ધસી પડતા ઓછામાં ઓછા 15ને ઇજા થઈ છે અને લગભગ 200 જેટલા લોકો ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. પાંચ માળના આ બિલ્ડિંગમાં 45 ફ્લેટ હોવાનું કહેવાય છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ કે એનડીઆરએફની ત્રણ ટીમ રાયગઢ જિલ્લામાં ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સ્થળ મુંબઈથી ચાર કલાકના ડ્રાઇવે આવેલું છે. રાયગઢના પ્રધાન અદિતિ તત્કરે પણ ઘટનાસ્થળે જવા રવાના થયા છે.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહદ તાલુકાના કાજલપુરા વિસ્તારમાં સાંજે 6-50 વાગે ચાર માળનું બિલ્ડિંગ ધ્વસ્ત થયું હતું. લગભગ 50 જણા તેમા ફસાયેલા હોવાનું મનાય છે. એનડીઆરએફની ટીમ જરૂરી સાધનસામગ્રી સાથે ગઈ છે, એમ તેના અધિકારીએ જણાવ્યું હતું.

આ ઘટનાસ્થળના ફૂટેજ દર્શાવે છે ત્યાં જંગી માત્રામાં ધૂળ ઉડી હતી. દર વર્ષે સમગ્ર ભારતમાં જુનથી સપ્ટેમ્બરમાં પડતા ચોમાસાની સીઝનમાં ભારે વરસાદના લીધે નાનાથી લઈને મોટા-મોટા બિલ્ડિંગો રહેવા માટે અત્યંત જોખમી બની જાય છે.

ગયા મહિને મુંબઈમાં ભારે વરસાદના લીધે બહુમાળી બિલ્ડિંગ પડી જતા નવ જણા માર્યા ગયા હતા અને કેટલાયને ઇજા થઈ હતી, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

 

(12:14 am IST)