Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

આતંકના ખાતામાનો પ્લાન તૈયાર!

ગૃહમંત્રી શાહ ૩ દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે

કલમ ૩૭૦ હટાવ્યા બાદ આ પહેલો કાશ્મીર પ્રવાસ

શ્રીનગર, તા.૨૩: ગૃહમંત્રી અમિત શાહ આજથી ૩ દિવસના જમ્મુ કાશ્મીર ના પ્રવાસે છે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ અમિત શાહનો આ પહેલો કાશ્મીર પ્રવાસ હશે. આજે અમિત શાહ સૌથી પહેલા બપોરે ૧૨.૩૦ વાગે સુરક્ષાની સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહમંત્રી આજેશ્રીનગરથી શારજહા વિમાન સેવાની શરૂઆત પણ કરશે.

જમ્મુ અને કાશ્મીર તથા અહીંના લોકો માટે આજનો દિવસ ખાસ થવા જઈ રહ્યો છે. અમિત શાહ બપોરે લગભગ ૧૨ વાગે શ્રીનગર પહોંચશે. આ સાથે જ તેમનો ૩ દિવસનો મહત્વનો પ્રવાસ શરૂ  થશે. અમિત શાહ સુરક્ષા એજન્સીઓના ઓફિસરો સાથે મહત્વની બેઠક કરશે. અમિત શાહના પ્રવાસને પગલે કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ કડક કરવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ અનેક રીતે ખાસ છે. પહેલું તો એ કે કાશ્મીર ખીણમાં સતત લોકોનું ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. બીજું કલમ ૩૭૦ હટ્યા બાદ ગૃહમંત્રીનો આ પ્રથમ પ્રવાસ છે. અમિત શાહના પ્રવાસને લઈને જમ્મુ અને કાશ્મીરમાં ખુબ તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા ખુબ કડક કરાઈ છે.

સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરાઈ છે. એવું લાગે છે જાણે સુરક્ષાદળોની મંજૂરી વિના તો એક પંખી પણ ફરકી શકે નહીં તો આતંકીઓની શું વિસાત? શ્રીનગરના ૧૫ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાણી થઈ રહી છે. આ વિસ્તારોમાં લદ્યુમતીઓની સંખ્યા વધુ છે. આમ તો જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હંમેશા સતર્ક જ રહે છે. પરંતુ આ તૈયારીઓ ખાસ છે.

ગૃહમંત્રી અમિતભાઇ શાહનો પ્રવાસ અને ખીણમાં લદ્યુમતીઓ પર થઈ રહેલા હુમલાને પગલે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી છે. જેની પાછળનો હેતુ એ છે કે કોઈ પણ દેશ વિરોધી હરકતને રોકી દેવામાં આવે.

ઉપ રાજયપાલ મનોજ સિન્હા ગૃહમંત્રી અમિતભાઇ શાહને જમ્મુ અને કાશ્મીરના હાલાતની જાણકારી આપશે. અમિત શાહ સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. અમિત શાહ આજે જે લોકોને મળશે તેમાં આઈબીના  અધિકારીઓ ઉપરાંત ઘ્ય્ભ્જ્ અને ફત્ખ્ ના ડીજી પણ સામેલ છે. ગૃહમંત્રી પંચાયત સભ્યોની સાથે સાથે રાજકીય કાર્યકરોને પણ સંબોધિત કરશે. અમિત શાહ શ્રીનગરથી શારજહાની પહેલી ફ્લાઈટનું પણ ઉદ્ઘાટન કરશે.

અમિત શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ બને છે કારણ કે ગત એક મહિનામાં આતંકીઓએ પોતાની રણનીતિ બદલીને નાગરિકોમાં દહેશત ફેલાવવા માટે ટાર્ગેટ કિલિંગનો માર્ગ પસંદ કર્યો છે. ગત એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ દ્વારા અનેક માસૂમોની હત્યા કરી દેવાઈ. તમામ પડકારો છતાં ગૃહમંત્રી અમિત શાહે વધુ મજબૂતાઈથી પોતાના પ્રવાસને લઈને સક્રિયતા દર્શાવી છે. સંદેશો સ્પષ્ટ છે કે દેશના ગૃહમંત્રી કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈને બતાવવા માંગે છે કે દેશ વિરોધી કોઈ પણ હરકતને સહન કરાશે નહીં.

(1:12 pm IST)