Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સીરિયામાં અમેરિકી ડ્રોન હુમલામાં અલ-કાયદાનો વરિષ્ઠ કમાન્ડર અબ્દુલ હમીદ અલ-માતરનું મોત

પેન્ટાગોને શુક્રવારે કહ્યું કે સીરિયામાં અમેરિકી ડ્રોન હુમલામાં અલ-કાયદાનો એક વરિષ્ઠ કમાન્ડર માર્યો ગયો છે. સેન્ટ્રલ કમાન્ડનાં પ્રવક્તા મેજર જોન રિગ્સબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમેરિકાનાં હવાઈ હુમલામાં આજે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અલ-કાયદાનાં વરિષ્ઠ નેતા અબ્દુલ હમીદ અલ-માતરનું મોત થયું છે.

સીરિયામાં અમેરિકી ડ્રોન હુમલામાં અલ-કાયદાનો એક વરિષ્ઠ નેતા માર્યો ગયો છે. પેન્ટાગોને શુક્રવારે આ જાણકારી આપી હતી. આ હુમલો દક્ષિણ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ જૂથ સામે લડતા US નાં નેતૃત્વ હેઠળનાં ગઠબંધન દ્વારા ઉપયોગમાં લેવાતા બેઝ પર હુમલાનાં બે દિવસ પછી થયો છે. સેન્ટ્રલ કમાન્ડનાં પ્રવક્તા આર્મી મેજર જોન રિગ્સબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકી હવાઈ હુમલામાં અલ-કાયદાનાં વરિષ્ઠ નેતા અબ્દુલ હમીદ અલ-માતરનું મોત થયું છે.

તેમણે કહ્યું કે, આ સ્ટ્રાઇકમાં કોઈને ઈજા થઈ નથી. MQ-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો. અલ-કાયદાનાં આ વરિષ્ઠ નેતાનાં મોતથી આતંકવાદી સંગઠનની વૈશ્વિક હુમલાઓ કરવાની અને વધુ કાવતરું કરવાની ક્ષમતામાં અવરોધ આવશે. સપ્ટેમ્બરનાં અંતમાં પેન્ટાગોને સીરિયામાં અલ-કાયદાનાં અન્ય એક વરિષ્ઠ કમાન્ડર  સલીમ અબુ-અહમદને દેશનાં ઉત્તર-પશ્ચિમમાં ઇદલિબ નજીક હવાઈ હુમલામાં માર્યો હતો.

(1:52 pm IST)