Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ઈઝરાયેલ, યૂકે, રશિયા... આખી દુનિયાની ચિંતા વધારી રહેલા કોરોનાના નવા રૂપ AY.4.2

યૂકેમાં કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિયન્ટનું AY.4 સ્વરૂપ લગભગ ૮૦ ટકા કેસ માટે જવાબદાર છેઃ હવે તેના સબ વેરિયન્ટ AY.4.2ના મામલા સામે આવ્યા છે

નવી દિલ્હી, તા.૨૩: યૂકે સહિત અનેક યૂરોપિયન દેશો પછી હવે એશિયામાં પણ ડેલ્ટા વેરિયન્ટનો એક સબ-લીનિએજ ફેલાઈ રહ્યો છે. રશિયા અને ઈઝરાયેલથી ડેલ્ટા સ્ટ્રેનના વધુ એક સબ-વેરિયન્ટના કેસ સામે આવ્યા છે. AY.4.2 નામના આ સબ-વેરિયન્ટને મૂળ ડેલ્ટા વેરિયન્ટથી ૧૦ થી ૧૫ ટકા વધારે સંક્રામક ગણાવવામાં આવી રહ્યો છે. જોકે હજુ નિષ્ણાતો કહી રહ્યા છે કે તેના મોટાપાયે ફેલાવાની સંભાવના ઓછી છે. પરંતુ ટેસ્ટ ચાલી રહ્યા છે. જો વધારે કેસ સામે આવે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં સામેલ થઈ શકે છે.

AY.4.2 હકીકતમાં ડેલ્ટા વેરિયન્ટના એક સબ-ટાઈપનું પ્રસ્તાવિત નામ છે. તેને દુનિયાભરના અનેક દેશોમાં જોવા મળ્યો છે. તેના સ્પાઈક પ્રોટીનમાં બે મ્યૂટેશન Y145H અને A222V છે. એકસપર્ટ્સના મતે બંને મ્યૂટેશન અનેક અન્ય લીનિએજમાં મળ્યા છે. પરંતુ તેની ફ્રીકવન્સી ઓછી રહી છે. જુલાઈ ૨૦૨૧જ્રાક્નત્ન યૂકેના એકસપર્ટસે AY.4.2ની ઓળખ કરી છે. એક અનુમાન પ્રમાણે આ નવા સબ-ટાઈપની યૂકેના નવા મામલામાં ૮-૯ ટકા ભાગીદારી છે.

એકસપર્ટ્સના મતે નવો સબ-વેરિયન્ટ આલ્ફા અને ડેલ્ટાની સરખામણીએ કંઈપણ નથી. આ કારણે તે એવું માનીને ચાલી રહ્યા છે કે આ મહામારીની ચાલને વધારે પ્રભાવિત નહીં કરે. એક રિપોર્ટ પ્રમાણે સંક્રામક બીમારીઓના નિષ્ણાત વિલિયમ શાફનરે કહ્યું કે હજુ દુનિયાને અનેક વેરિયન્ટ જોવા મળશે. તેમણે કહ્યું કે હવે જે કંઈપણ થશે તે ડેલ્ટામાંથી આવશે.

કોવિડ-૧૯ના કોઈપણ વેરિયન્ટમાંથી બચવાનો રસ્તો પણ તે જ છે. પોતાની જાતને વેકસીનેટ કરાવી લો. ભલે કોઈપણ વેરિયન્ટ વેકસીનના સુરક્ષા કવચને ભેદી નાંખે પરંતુ તે મોતના ખતરાને દ્યણી ઓછી કરી દેશે. કેટલાંક દેશોમાં ઈન્ફેકશન પર કંટ્રોલ માટે બૂસ્ટર શોટ પણ આપવામાં આવી રહ્યા છે. તે સિવાય દરેક લોકોએ કોરોનાના નિયમો માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જ જોઈએ.

(3:22 pm IST)