Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા MNS ચીફ રાજ ઠાકરે કોરોના સંક્રમિત : માતા કૂંદા ઠાકરે કોરોનાં વાયરસની ઝપેટમાં

બંને માતા પુત્રને હાલ ક્વોરંટાઈન કરી દેવાયા અને તેમની માંગ અનુસાર ઘર પર જ સારવાર :રાજ ઠાકરેને કોઈ જ કોરોના વાયરસનાં લક્ષણ નથી જ્યારે તેમની માતાને તાવ આવતા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવાયા

મુંબઈ :મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અધ્યક્ષ રાજ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમના પરિવારમાં તેમાંના માતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર છે ત્યારે MNS ની ભાંડુપની જનસભાને રદ્દ કરી દેવામાં આવી છે. આ સભા આજે જ આયોજિત કરવામાં આવનાર હતી. બંને માતા પુત્રને હાલ ક્વોરંટાઈન કરી દેવામાં આવ્યા છે અને તેમની માંગ અનુસાર ઘર પર જ સારવાર કરવામાં આવી રહી છે.

હાલ તો રાજ ઠાકરેને કોઈ જ કોરોના વાયરસનાં લક્ષણ નથી દેખાઈ રહ્યા જ્યારે તેમની માતાને તાવ આવતા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ ઠાકરેએ પણ પોતાના ડૉક્ટર સાથે મુલાકાત કરી છે.
જોકે મહારાષ્ટ્રમાં ચર્ચાની વાત તો એ છે કે કોરોના પોઝિટિવ હોવા છતાં તેઓ ઘરથી નીકળ્યા ત્યારે માસ્ક પહેર્યું હતું નહીં. શરૂઆતથી જ રાજ ઠાકરે માસ્ક પહેરવાથી બચતા આવ્યા છે. તેઓ દર વખતે માસ્ક પહેર્યા વગર જ દેખાય છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર રાજ ઠાકરેનાં ત્યાં કામ કરતી એક મહિલાને પણ કોરોના થયો છે અને હાલ બાકીના લોકોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

(6:52 pm IST)