Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

હિન્દૂ સંપ્રદાય સંચાલિત કોલેજમાં વિધર્મી ઉમેદવારને નોકરી નહીં આપવાના નિયમ વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન : કોલેજના શૈક્ષણિક ,તથા બિન શૈક્ષણિક તમામ કર્મચારીઓ તરીકે માત્ર હિન્દૂઓની જ પસંદગી કરાઈ હોવાનો આરોપ : શિક્ષણ ક્ષેત્રમાં નાત ,જાત ,કે ધર્મના ભેદભાવ ન હોવા જોઈએ : મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

ચેન્નાઇ : ચેન્નાઈના કોલ્હાપુરમાં આવેલી અરુલમિગુ કપિલિશ્વર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ટીચિંગ તથા નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ,ફિઝિકલ ડિરેક્ટર ,લાઇબ્રેરીયન ,આસિસ્ટન્ટ ,જુનિયર આસિસ્ટન્ટ ,ઓફિસ આસિસ્ટન્ટ ,વોચમેન ,ક્લીનર ,તથા સ્વીપર સહીત તમામ જગ્યાઓ માટે માત્ર હિન્દૂ ઉમેદવારોને જ બોલાવાયા હતા.જેમાં એ.સુહૈલ નામક ઉમેદવારે ઓફિસ અસિસ્ટેન્ટના પદ માટે અરજી કરી હતી પરંતુ તે હિન્દૂ ન હોવાથી તેને ઇન્ટરવ્યૂમાં બોલાવાયો નહોતો .

આથી અરજદારે ઉપરોક્ત જગ્યાઓ ઉપર કરાયેલી તમામ નિમણુંકો રદ કરવા મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી .તથા જણાવ્યું હતું કે શૈક્ષણિક કે બિન શૈક્ષણિક જગ્યાઓને નાત ,જાત કે ધર્મ સાથે કોઈ નિસબત નથી.આથી માત્ર હિન્દુઓની જ કરાયેલી ભરતી રદ થવા પાત્ર છે.
નામદાર કોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે .તથા બે સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(6:53 pm IST)