Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

વર્તમાન સુરક્ષા પરિસ્થિતીનો સામનો કરવા માટે પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદને વડાપ્રધાન ઈમરાન ખાને તરત જ UAEથી પાછા બોલાવ્યા

ઈસ્લામાબાદ : એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ  અનુસાર રશીદ આજે ભારત અને પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ મેચ જોવા માટે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા પરંતુ વડાપ્રધાન ઈમરાન ખાને તરત જ UAEથી પાછા બોલાવ્યા છે.

પાકિસ્તાનની આંતરિક સ્થિતિ હાલ સારી દેખાઈ રહી નથી. ભલે ઇમરાન સરકાર બહારથી બધુ ઠીક હોવાનો દાવો કરી રહી છે. પરંતુ ત્યાંની સ્થિતિ સારી દેખાતી નથી. આ જ કારણ છે કે, વર્તમાન સુરક્ષા પરિસ્થિતીનો સામનો કરવા માટે પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદને વડાપ્રધાન ઈમરાન ખાને તરત જ UAEથી પાછા બોલાવ્યા છે.

પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ તહરીક--લબિક પાકિસ્તાન પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યું છે કે, તે તેના વડા હાફિઝ સાદ હુસૈન રિઝવીની અટકાયત વિરુદ્ધ શુક્રવારે ઇસ્લામાબાદ તરફ એક મોટી કૂચ કરવા જઈ રહ્યું છે. એવા અહેવાલ છે કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રાશિદે ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા માટે ઈમરાન ખાન પાસેથી પરવાનગી લીધી હતી, પરંતુ પાકિસ્તાનમાં ઝડપથી થઈ રહેલા બદલાવને જોતા તેમને પાછા બોલાવવામાં આવ્યા છે.

અહેવાલ છે કે, ઇમરાન ખાન સરકારે TLPની કૂચને રોકવા માટે કડક વ્યવસ્થા કરી છે. માર્ચને રોકવા માટે શનિવારે પાકિસ્તાન અર્ધલશ્કરી દળોના 500થી વધુ જવાનો અને 1,000 સરહદી જવાનોની ટુકડી તૈનાત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, TLPના હેડક્વાર્ટરથી ઈસ્લામાબાદ તરફ તહરીક--લબૈક પાકિસ્તાનની શાંતિપૂર્ણ નમસ--રિસાલત કૂચ શુક્રવારની નમાજ પછી શરૂ થશે.

TLPના સેંકડો કાર્યકરો હજુ પણ પંજાબ સરકાર પર તેના સ્વર્ગસ્થ સ્થાપક ખાદિમ રિઝવીના પુત્ર હાફિઝ સાદ હુસૈન રિઝવીને મુક્ત કરવા દબાણ કરવા લાહોરમાં ધરણા કરી રહ્યા છે. હાફિઝ સાદ હુસૈન રિઝવીને પંજાબ સરકારે જાહેર વ્યવસ્થા જાળવવા માટે 12 એપ્રિલથી નજરકેદમાં રાખ્યા છે.

(11:25 am IST)